ઇન્દ્રપ્રસ્થનગરમાં જૈનાગમ ‘અનુત્તરોવવાય’ની અર્પણવિધિ જૈન શ્રેષ્ઠીઓના હસ્તે સંપન્ન થઇ

  • ઇન્દ્રપ્રસ્થનગરમાં જૈનાગમ ‘અનુત્તરોવવાય’ની અર્પણવિધિ જૈન શ્રેષ્ઠીઓના હસ્તે સંપન્ન થઇ

રાજકોટ તા,13
શ્રી ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ મહેતા ઉપાશ્રય ખાતે પૂ.શ્રી ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી પૂ. નર્મદાબાઇ મ.સ.ની નિશ્રામાં પ્રવર્તિની પૂ પુષ્પાબાઇ મ.સ., પૂ. વનિતાબાઇ મ.સ., આદિ પૂ. સરોજબાઇ મ.સ., પૂ.પદ્માબાઇ મ.સ. પૂ. વીણા-સ્વાતિજી મ.સ. આદિ ઠાણાની ઉપસ્થિતિમાં જૈનાચાર્ય પૂ. જશાજસ સ્વામી શતાબ્દી ઉપલક્ષે પ્રકાશીત શ્રાવક જીવન ઉપયોગી 11 જૈનાગમ અંતર્ગત ‘અનુત્તરોવવાઇય સૂત્ર’ની અર્પણવિધિ ઇશ્ર્વરભાઇ દોશી, આર.જી.બાવીસી, હરેશભાઇ વોરા, પ્રફુલભાઇ જસાણી, જે.એમ.પટેલ, દિપક પટેલ, ધીરૂભાઇ વોરા, દિપકભાઇ દોશી, મહેશભાઇ મહેતા, કિરીટભાઇ શેઠ, ભરતભાઇ દોશીના હસ્તે કરાયેલ.
આ પ્રસંગે રજંનબેન પટેલ, ઇલાબેન દફતરી, જાગૃતિબેન શાહ વગેરે હાજર રહ્યા હતા. ઓપન બુક એકઝામના પ્રશ્ર્નપત્ર સહિત પુસ્તક ઇન્દ્રપ્રસ્થનગર શ્રમજીવી, સરદારનગર, વૈશાલીનગર ખાતેથી મળી શકશે. વધુ જાણકારી માટે મો. 99792 32357નો સંપર્ક કરવો.
પૂ. અનસૂયાબાઇ મ.સ.ના પરિવારના પૂ.જયોત્સ્નાબાઇ મ.સ. ઠાણા-3નો તા.14/7ના જંકશન પ્લોટ અને પૂ. ચંદ્રીકાજી મ.સ. ઠાણા-2નો મનહર પ્લોટમાં ચાતુર્માસ પ્રવેશ યોજાયેલ છે.