જામનગર-ખંભાળિયા હાઇ-વે પરથી દારૂ-બિયરનો મોટો જથ્થો પકડાયો

  • જામનગર-ખંભાળિયા હાઇ-વે પરથી દારૂ-બિયરનો મોટો જથ્થો પકડાયો
  • જામનગર-ખંભાળિયા હાઇ-વે પરથી દારૂ-બિયરનો મોટો જથ્થો પકડાયો

જામનગર તા.13
જામનગર-ખંભાળીયા હાઇવે ઉપર શાપર ગામના પાટીયા પાસે ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂ બોટલ પ76 તથા બીયર ટીન 168 સાથે એક ઇસમને જામનગર એલસીબીએ પકડી પાડયો હતો.
એલસીબી સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, ભગીરથસિંહ સરવૈયા તથા પ્રતાપભાઇ ખાચરને જામનગર-ખંભાળીયા હાઇવે રોડ ઉપર શાપર ગામના પાટીયા નજીક દ્વારકાધીશ હોટલની બાજુમાં આવેલ પાર્કીંગમાં ટ્રક નં.જીજે10વી-9969માં મુકેશ મગનભાઇ પરમાર (રહે. સીક્કા) ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરવાની પેરવી કરી રહેલ છે તેવી હકીકત મળી હતી. જેથી રેઇડ કરી ટોરસ ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-96 રૂા.38,400 ચપટા નંગ 480 રૂા.48000, બીયર ટીન 168 રૂા.16,800, મોબાઇલ ફોન 1 રૂા.પ00 તથા ટોરસ ટ્રક રૂા.3,00,000 મળી કુલ રૂા.4,03,700 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની એએસઆઇ જયુભા ઝાલાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દારૂ બીયરનો જથ્થો મંગાવનાર દિનેશ ગોજીયા રહે. જામનગર ગોકુલનગરવાળાને ફરારી જાહેર કરાયો છે. આ કાર્યવાહી પો.ઇન્સ. આર.એ.ડોડીયાની સુચનાથી પો.સ.ઇ. વી.વી.વાગડીયા, વી.એમ.લગારીયા તથા એલસીબી સ્ટાફના જયુભા ઝાલા, વશરામભાઇ આહિર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, રામદેવસિંહ ઝાલા વગેરે દ્વારા કરવામાં આવેલ છે.