કાશ્મીરમાં સીઆરપીએફ પાર્ટી પર આતંકી હુમલો: 2 જવાન શહીદ

  • કાશ્મીરમાં સીઆરપીએફ પાર્ટી પર આતંકી હુમલો: 2 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીર, તા.13
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે કેટલાક આતંકીઓ દ્વારા સીઆરપીએફ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં બે જવાન શહીદ થયા છે. સુત્રો અનુસાર અનંતનાગના સિરપોરામાં આછાબલ ચોક પાસે લગભગ 11 વાગ્યે આતંકીઓ દ્વારા ઓપન ફાયર કરવામાં આવ્યું જેમાં સીઆરપીએફ જવાનો ઘયાલ થઇ ગયા છે. આ ઘટનામાં ત્રણ સ્થાનિક નાગરિક પણ ઘાયલ થયા છે. એટલું જ નહીં પરંતુ ફુલગામમાં પણ આતંકીઓ દ્વારા પોલીસ ચોકી પર હુમલો કરવામાં આવ્યો છે.
અનંતનાગમાં થયેલા હુમલામાં એએસઆઇ એમએલ મીણા શહીદ થયાની ખબર આવી છે. સુરક્ષાદળો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકીઓ સંતાયા હોવાની જાણકારી છે જેમની શોધ કરવામાં આવી રહી છે.