સૌરાષ્ટ્રમાં 19.49 ટકા વરસાદ, કચ્છ કોરોધાકોડ

  • સૌરાષ્ટ્રમાં 19.49 ટકા વરસાદ, કચ્છ કોરોધાકોડ

રાજકોટ તા,13
ગુજરાતભરમાં મેઘરાજા કયાંક દે ધનાધન તો કયાંક ઝરમર ઝરમર વરસી રહ્યા છે. ત્યારે ગુજરાતનો મૌસમનો 26.70 ટકા વરસાદ પડી ગયો છે. જયારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 44 ટકા વરસાદ નોંધાયો છે તો પૂર્વ ગુજરાતમાં 22 ટકા, સૌરાષ્ટ્રમાં 19.49 ટકા વરસાદ નોંધાયો છે.
જયારે સૌથી ઓછો વરસાદ ઉતર ગુજરાતમાં માત્ર 12 ટકા જ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 28 જિલ્લા અને 157 તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. હજુ બે દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે.
સૌથી વધુ વરસાદ ડાંગના વધાઈમાં 9 ઈંચ ત્યારબાદ, ગીર સોમનાથના કોડીનારમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ નવસારીના ગણદેવી 7.5 જેટલો વરસાદ પડી ગયો છે.
જયારે રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગોંડલ પંથકમાં તો સૌથી ઓછો વરસાદ રાજકોટ શહેર અને પડધરી નોંધાયો છે. જયારે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ ગીર-સોમનાથ જીલ્લામાં 43.78 ટકા નોંધાયો છેત્યાર બાદ અમરેલી જીલ્લામાં 34.73 ટકા વરસાદ વરસી પડ્યો છે.
જયારે સૌથી ઓછો વરસાદ દેવભૂમી દ્વારકામાં 2.30 ટકા જ નોંધાયો છે. ત્યારબાદ સુરેન્દ્રનગર જીલ્લામાં પણ 4.21 ટકા જેટલો જ વરસાદ વરસ્યો છે આગામી બે દિવસમાં હજુ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી કરી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જીલ્લામાં રાજુલામાં 56.47 ટકા જેટલો સોથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામાં માત્ર 0.37 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. રાજકોટમાં ઉપરવાસ વિસ્તારોમાં વરસાદ નોંધાયો ન્યારી ડેમમાં નવા નીરની આવક થઇ હતી. સૌરાષ્ટ્રમાં રાજકોટ જીલ્લા જામનગર જીલ્લો દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લા અને સુરેન્દ્રનગર જીલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સવારે 8થી 10 વાગ્યે અનેક વિસ્તારોમાં વરસાદ માળિયા હાટીનામાં 5 ઈંચ
વિસાવદર 4 ઈંચ
મેંદરડા 3॥ ઈંચ
ગોંડલ 3॥ ઈંચ
ભેંસાણ 3॥ ઈંચ
સુત્રાપાડા 2॥ ઈંચ
બાબરા 2 ઈંચ
કેશોદ 1 ઈંચ
જૂનાગઢ 1 ઈંચ
ધારી 1 ઈંચ
કોડીનાર 1 ઈંચ
માંગરોળ 1 ઈંચ
જેતપુર 1 ઈંચ કચ્છમાં માત્ર 1.30 ટકા વર્ષા કચ્છ જીલ્લામાં હજુ સુધી ચોમાસાની એન્ટ્રી જ થઇ નથી અને સમગ્ર જિલ્લામાં માત્ર 1.30 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં એકમાત્ર અંજારમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અબડાસા લખપત મુન્દ્રા નખત્રાણા અને રાપરમાં માત્ર ઝાપટા પડ્યા હતા જયારે ભચાઉ, ભૂજ અને ગાંધીધામમાં મેઘરાજાએ હજુ ખાતુ ખોલાવ્યું નથી.   માળિયાના જૂથળ ગામે મકાન ધરાશાયી, ઉનાના આમોદ્રા,
વાજડી - માણેકપુરનો સંપર્ક તુટ્યો માળિયા હાટીના તાલુકાના જૂથળ ગામે ભારે વરસાદના કારણે ગતરાત્રે એક મકાન ધરાશાયી થઈ ગયું હતું. જોકે કોઈ જાનહાની થઈ નથી.
ગોંડલ તાલુકાના પાટીયાળી ગામ નજીક મોતીસરડેમ ઓવરફલો થઈ ગયો છે.
ઉના તાલુકાના ખત્રીવાડ, આમોદ્ર, વાજડી અને માણેકપુર સહિતના ગામો ભારે વરસાદ અને નદી-નાળાઓમાં પુરના કારણે સંપર્ક વિહોણા બન્યા છે. નદીમાં પાણીનું સ્તર વધતા બચાવ-રાહત કામગીરીમાં બાધા આવી રહી છે. કયાં જીલ્લામાં કેટલો વરસાદ પડ્યો જિલ્લો ટકાવારીમાં
રાજકોટ 14.35
સુરેન્દ્રનગર 4.21
મોરરી 7.4
જામનગર 5.93
દ્વારક 2.30
પોરબંદર 11.19
જૂનાગઢ 22.87
ગીર-સોમનાથ 43.78
અમરેલી 34.73
ભાવનગર 20.97
બોટાદ 19.49
કચ્છ 1.30