નવાઝ શરીફની ધરપકડ મામલે પાકિસ્તાનમાં હડકંપ

  • નવાઝ શરીફની ધરપકડ મામલે પાકિસ્તાનમાં હડકંપ

લંડન,તા.13
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમ નવાઝની આજે (શુક્રવાર) ધરપકડ થઇ શકે છે. પનામા પેપર્સ કૌભાંડ બાદથી જ દેશની બહાર જતા રહેલાં નવાઝ શરીફ આજે વતન પાછા ફરી રહ્યાં છે, અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે જ્યારે તેઓ પાકિસ્તાન એરપોર્ટ પહોંચશે ત્યાં જ તેમની ધરપકડ થઇ શકે છે. નવાઝ શરીફ અને તેમની દીકરીની ધરપકડના સમાચાર બાદથી જ આખા પાકિસ્તાનમાં તણાવનો માહોલ છે. દેશમાં વધતા તણાવની સ્થિતિને જોતા પ્રશાસનને પહેલાં જ નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (નૈબ)એ બે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી છે, આથી તેને એરપોર્ટની અંદરથી જ ધરપકડ કરી જેલ મોકલી શકાય. પાકિસ્તાનના સ્થાનિક ન્યૂઝ રિપોર્ટ્સના મતે પાકિસ્તાન પ્રશાસને એક હેલિકોપ્ટરને લાહોર તો બીજું ઇસ્લામાબાદ એરપોર્ટ પર તૈનાત કર્યું છે. જેથી કરીને બંનેમાંથી કોઇપણ એરપોર્ટ પર તેઓ પરત ફરે તો તેમની ધરપકડ થઇ શકે. એક બાજુ નવાઝ શરીફ પર ધરપકડનો ખતરો મંડરાઇ રહ્યો છે, તો બીજીબાજુ તેમની રાજકીય પાર્ટી પીએમએલ-એન તેમના સ્વાગતમાં પંજાબ પ્રાંતના લાહોરમાં એક મોટી રેલી કરવા જઇ રહ્યાં છે. દેશમાં વધતા તણાવ અને રેલી ન નીકળી શકે તેની સાવચેતી માટે પાકિસ્તાનની સ્થાનિક પોલીસે 100થી વધુ નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરી લીધી છે. ડોનના એક રિપોર્ટના મતે નવાઝ શરીફ અને મરિયમની લાહોર પહોંચતા જ ધરપકડ કરી લેવાશે. અખબારે ગૃહ મંત્રાલયના સૂત્રોના હવાલે લખ્યું છે કે નવાઝ શરીફ પૂર્વ સાંસદ સભ્ય હોવાથી શ્રેષ્ઠ વર્ગ શ્રેણીની જેલમાં રખાશે. પરંતુ જો મરિયમ જેલમાં લકઝુરિય સેવા માંગે છે તો તેમને પહેલાં એ સાબિત કરવું પડશે કે તેઓ વાર્ષિક 6 લઆખ રૂપિયા કે તેનાથી વધુ ઇનકમ ટેક્સ ભરે છે. પત્નીને અલ્લાહના ભરોસે છોડી વતન પરત ફરી રહ્યો છું: શરીફ
પોતાની દીકરી મરિયમ નવાઝની સાથે સંવાદદાતોઓને સંબોધિત કરતાં સમયે પીએમએલ-એન પ્રમુખે કહ્યું હતું કે તેઓ તેમની પત્નીને ફરીથી આંખો ખોલેલી જોવા માંગે છે અને રાષ્ટ્ર ને તેઓ જલદીથી સ્વસ્થ થાય તેના માટે દુઆ કરવાનું અનુરોધ કર્યો. મરિયમ અને હુસૈનના દીકરાની લંડનમાં ધરપકડ   લંડનમાં નવાઝ શરીફના ઘરની બહાર પ્રદર્શન કરી રહેલા લોકોને નવાઝ શરીફના પૌત્ર અને મરિયમ નવાઝના દીકરા જુનૈદ સફદર બાખડી પડ્યા. મરિયમ નવાઝના દીકરા અને હુસૈન નવાઝ (નવાઝ શરીફનો દીકરો)ના દીકરાની લંડન પોલીસો ધરપકડ કરી છે. આ પ્રદર્શનકારીઓના ગ્રૂપ સાથે બાખડી પડ્યા હતા. મરિયમના દીકરાના મતે એક વ્યક્તિએ શરીફ પરિવારને ગાળો આપી તો તેનો એ વ્યક્તિ સાથે ઝઘડો મારામારી પર આવી ગયો.
આપને જણાવી દઇએ કે સ્વદેશ પાછા ફરતાં સમયે બુધવારના રોજ નવાઝ શરીફને લંડનમાં પત્રકાર પરિષદ કરીને પાકિસ્તાની સેનાની વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું. નવાઝે સેના પર આગામી સામાન્ય ચૂંટણીમાં દખલ કરવાના આરોપો લાગ્યા હતા. તેઓ પાકિસ્તાની સેનાના ઇંટર-સર્વિસ પબ્લિક રિલેશનના ડાયરેક્ટર જનરલ આસિફ ગફૂરની પત્રકાર પરિષદનો જવાબ આપી રહ્યાં હતા. ગફૂરે કહ્યું હતું કે સેનાની ચૂંટણીમાં કોઇ દખલ નથી.