મનપાની માધ્યમિક સ્કૂલની છાત્રાઓ માટે સ્માર્ટ ગર્લ્સ વર્કશોપનું આયોજન

  • મનપાની માધ્યમિક સ્કૂલની છાત્રાઓ માટે સ્માર્ટ ગર્લ્સ વર્કશોપનું આયોજન

રાજકોટ,તા.13
માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન અંજનાબેન મોરજરીયા એક યાદીમાં જણાવે છે કે, આજના સમયમાં અભ્યાસ કરતી અને તરુણાવસ્થામાં પહોચતી વિદ્યાર્થીનીઓ લાલચથી આકર્ષાઈને, ખોટી રીતે ફસાઈને આવારા તત્વોનો ભોગ બનતી હોય છે. ત્યારે આવા સંજોગોમાં વિદ્યાર્થીનીઓના વિકાસ માટે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સરોજીની નાયડુ સ્કુલ, કૃષ્ણનગર મેઈન રોડ, સ્વામીનારાયણ ચોક પાસે, રાજકોટ ખાતે રાજકોટ મહાનગરપાલિકાની માધ્યમિક સ્કુલની વિદ્યાર્થીનીઓ માટે તા.16/07/2018ના રોજ સ્માર્ટ ગર્લ્સ (જખઅછઝ ૠઈંછકજ) વર્કશોપ યોજાનાર છે.
મુગ્ધાવસ્થા એવી અવસ્થા છે કે જેમાં તરૂણ-તરૂણીઓને ઘરમાં જે સુખ, સુવિધા, પ્રેમ, હુંફ, મૈત્રી મળે છે. તેનાથી અલગ અન્ય લોકો પાસેથી આ લાગણીઓની અપેક્ષા જાગે છે. આ અવસ્થામાં અનેક પરિપક્વ થવા જતી જિંદગીઓ દિશા ભટકી જતી જોવા મળે છે, અને પોતાની કારકિર્દી અને માતા-પિતાના સપના રોળી નાખે છે.દીકરીઓને સશક્ત અને સક્ષમ બનાવે તેવી એક પ્રોગ્રામ સ્માર્ટ ગર્લ્સ-ટુબી હેપી, ટુબી સ્ટો્રંગ ભારતીય જૈન સંગઠન દ્વારા પ્રોફેશનલની એક ટીમ રાખીને સંશોધન કરીને ઘડી કાઢવામાં આવ્યો છે, જે મુગ્ધાવસ્થામાં કોઈ જિંદગી અટવાય નહી અને તેની સામે આવનાર પડકારોનો હિંમત, બહાદુરી અને મક્કમતાથી સામનો કરી શકે તેની તાલીમ આપે છે.યુવતીના માતા-પિતાને પણ આ વર્કશોપનો હિસ્સો બનાવી, બે પેઢી વચ્ચેનું વૈચારિક અંતર દુર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.ભારતીય જૈન સંગઠન દ્વારા પુનાના સ્થાપક પ્રમુખ શ્ર્રી શાંતિલાલજી મુથ્થા તથા હાલના પ્રમુખ શ્રી પ્રફુલ્લાજી પારેખ છે. આ વર્કશોપના ટ્રેઈનર તરીકે શ્રીમતી દર્શનાબેન કોઠારી તેમજ શ્રીમતી શૈલીબેન શાહ છે. રાજકોટ મહાનગરપાલિકાની હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓ પોતાના વિકાસ માટે આ વર્કશોપમાં અચૂક જોડાય તેમ માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન અંજનાબેન મોરજરીયાએ એક યાદીમાં જણાવેલ છે.