હવે અસલી સંજૂ ધૂમ મચાવશે નવી ફિલ્મ ‘પ્રસ્થાનમ’ નો લૂક જાહેર

  • હવે અસલી સંજૂ ધૂમ મચાવશે  નવી ફિલ્મ ‘પ્રસ્થાનમ’ નો લૂક જાહેર
  • હવે અસલી સંજૂ ધૂમ મચાવશે  નવી ફિલ્મ ‘પ્રસ્થાનમ’ નો લૂક જાહેર

મુંબઈ તા,13
હાલ ફિલ્મી પરદે રણબીર કપૂર સંજય દત્ત તરીકે ધૂમ મચાવી રહ્યો છે, તો બીજી બાજુ રિયલ સંજુ મોટા પરદે આવવાની તૈયારી કરી રહ્યો છે. સંજય દત્તની બે ફિલ્મો પ્રસ્થાનમ અને તોડબાઝ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે, ત્યારે ફિલ્મ નિર્માતાએ પ્રસ્થાનમનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. પ્રસ્થાનમના નવા મોશન પોસ્ટરમાં સંજય દત્ત કેમેરા સામે પીઠ કરીને ધૂળની ડમરીઓ વચ્ચે ઊભો છે અને બેકગ્રાઉન્ડમાં સંજય દત્તનો ડાયલોગ, હક દોગે તો રામાયણ શુરૂ હોગી, છીનોગે તો મહાભારત સંભળાય છે. પ્રસ્થાનમમાં સંજય દત્ત સાથે મનીષા કોઇરાલા પણ નજરે પડશે. મજાની વાત એ છે કે સંજયની બાયોપિકમાં મનીષાએ સંજુની માતા નરગિસનું પાત્ર ભજવ્યું હતું.