મારી પાસે ગાર્ડિયન એન્જલ્સ છે એટલે મારા સપના જીવી રહી છું : અદિતી રાવ

  • મારી પાસે ગાર્ડિયન એન્જલ્સ છે એટલે મારા સપના જીવી રહી છું : અદિતી રાવ
  • મારી પાસે ગાર્ડિયન એન્જલ્સ છે એટલે મારા સપના જીવી રહી છું : અદિતી રાવ

મુંબઈ તા,13 : અદિતિ રાવ હૈદરી પોતાના સપનાઓને જીવી રહી હોવાથી તેને લાગે છે કે તેની પાસે ગાર્ડિયન એન્જલ છે. અદિતિના પર્ફોર્મન્સને લોકોએ હંમેશા ખૂબ જ પસંદ કર્યો છે. ‘પદ્માવત’માં પણ તેનું પાત્ર નાનુ હતુ, પરંતુ તે જ્યારે દીપિકા પાદુકોણ સાથે સ્ક્રીન પર આવી હતી ત્યારે પણ તેના જ લોકોએ વખાણ કર્યા હતા. આ વિશે વધુ જણાવતા આદિતિએ કહ્યું હતું કે ‘દરેક ફિલ્મ અને અનુભવ તમને આગળ વધવા માટે અને ઘણું ખરું શીખવવામાં મદદ કરે છે. મણિરત્નમની ફિલ્મ અને ‘પદ્માવત’ને કારણે હવે મને પૂરો વિશ્ર્વાસ બેઠો છે કે જો તમારા સપનાને યોગ્ય દિશામાં વાળવામાં આવે અને એને નેક ઈરાદાથી આગળ વધારવામાં આવે તો એ નક્કી પૂરા થાય છે. તેઓ મહાન ડિરેકટર્સ છે અને મારું ફિલ્મી બ્રેકગ્રાઉન્ડ ન હોવા છતાં પણ મારામાં તેમણે ભરોસો મુકયો. મારા સપનાઓને પુરા કરવા માટે હું તેમનો આભાર માનુ છું. મારા સપનાઓને જીવી રહી હોવાથી હું એવું માનું છું કે મારી પાસે ગાર્ડિયન એન્જલ છે.’