હર્ષવર્ધનનું નસીબ ચમકયું: જે.પી.દત્તાએ ત્રણ ફિલ્મમાં સાઇન કર્યો

  • હર્ષવર્ધનનું નસીબ ચમકયું: જે.પી.દત્તાએ ત્રણ ફિલ્મમાં સાઇન કર્યો

મુંબઇ : જે.પી.દત્તાની ફિલ્મ ‘પલ્ટન’ને અભિષેક બચ્ચને છોડયા બાદ એ પાત્ર માટે હર્ષવર્ધન રાણેને પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં કામ કર્યા બાદ જે.પી.દત્તાને હર્ષવર્ધનનું કામ એટલું પસંદ પડયું કે તેમણે તેની સાથે ત્રણ ફિલ્મોની ડીલ કરી છે. નોંધનીય છે કે આવું પહેલી વાર બન્યું છે જ્યારે જે.પી.દત્તાએ એક જ એકટરને પોતાના પ્રોડકશન-હાઉસની આટલી ફિલ્મો ઓફર કરી હોય. આ વાત પર મહોર લગાવતાં હર્ષવર્ધન રાણેએ કહ્યું હતું કે ‘અમે દેવલાલીમાં શુટ કરી રહ્યા હતા. મારા પહેલા ચેકની રકમમાંથી ખરીદેલી બાઇક હું સેટ પર ચલાવી રહ્યો હતો. આ અગાઉ જે.પી.દત્તાએ મારા બાઇક ચલાવવાના શોખને લઇને તેમની દીકરી નિધિ સામે આ વિશે નારાજગી વ્યકત કરી હતી. શુટીંગ પુરૂ થયા બાદ નિધિને કહ્યું કે તેના પપ્પા મને મળવા માગે છે. મને લાગ્યું હતું કે બાઇક ચલાવવાના કારણે તેઓ નક્કી મારા પર ગુસ્સે થશે અને ફિલ્મમાંથી મને કાઢી મુકશે. જો કે એનું ઉંધુ થયું હતું. તેમને મને કહ્યું હતું કે જે.પી. ફિલ્મ્સ મારી સાથે ત્રણ ફિલ્મની ડીલ કરવા માગે છે.’
અભિષેક બચ્ચનને શુટીંગના બે-ત્રણ દિવસ પહેલા જ ફિલ્મ છોડી દીધી હતી અને ત્યારબાદ આ પાત્ર માટે હર્ષવર્ધને ઓડીશન આપ્યું હતું. આ પાત્ર માટે તેનું સીલેકશન થઇ ગયું હતું અને એ જ રાતે તેને લદાખ જવા માટે કહેવામાં આવ્યું હતું. હર્ષવર્ધને કરેલી ડીલ વિશે નિધિએ કહ્યું હતું કે ‘આવુ પહેલી વાર બન્યું છે કે પપ્પાએ કોઇ એકટરને એકસાથે ત્રણ ફિલ્મો માટે સાઇન કર્યો હોય. ભૂતકાળમાં તેમણે ઘણા એકટર્સ સાથે ઘણી ફિલ્મોમા કામ કર્યુ છે, પરંતુ હર્ષની ખુબીઓ તેને અન્યો કરતાં જુદો તારે છે. વિનોદ ખન્ના પપ્પાના ખાસ મિત્ર હતા અને તેમની સાથે તેઓ ઇમોશનલી પણ કનેકટ હતા. દેઓલ ફેમીલી સાથે પણ તેમના નિકટના સંબંધો રહ્યા છે.