‘મમ્મી શ્રીદેવી યાદ આવી’

  • ‘મમ્મી શ્રીદેવી યાદ આવી’

મુંબઈ તા,13
‘ધડક’ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહેલી જાહન્વી કપુર ગઈ કાલે અમદાવાદમાં ફિલ્મના પ્રમોશન માટે ગઈ હતી. આ પ્રમોશન દરમિયાન મમ્મીનું નામ સાંભળતા જ તે શૂન્યમનસ્ક બની ગઈ હતી. કંઈક અંશે ગળગળી થઈ ગઈને કંઈ બોલી પણ નહોતી શકી. આ કારણે ઘડીભર ગંભીર માહોલ છવાઈ ગયો હતો. જોકે તેણે ત્વરીત સ્વસ્થતા કેળવી લીધી હતી અને પૂછ્યુ હતું કે અમારી (ઈશાન ખટ્ટર સાથેની) કેમિસ્ટ્રી કેવી લાગી ? પસંદ પડશે ?
શ્રીદેવીના મૃત્યુ બાદ ‘ધડક’ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેં કેવી રીતે બેલેન્સ જાળવી શૂટિંગ કર્યું ? એ સિચુએશનને કેવી રીતે હેન્ડલ કરી ? આ પ્રશ્ર્ન સાંભળતા જ જાહનવી કપૂર કંઈ બોલી ન શકી અને થડી ક્ષણો ગુમસુમ બેસી રહી હતી. તે જવાબ આપવા માટે સક્ષમ ન હોય એવું લાગીર હ્યું હતું. જોકે તેણે ઝડપથી સ્વસ્થતા કેળવી લીધી હતી. એ સવાલનો જવાબ આપતા જાહનવીએ કહ્યું હતું કે ‘ધર્મા પ્રોડકશનના રૂપમાં મને નવી ફેમિલી મળી છે. જીવનમાં ફરી સિકયોરીટી જેવુ ફીલ થયું. કરણ જોહર પાસેથી ઘણુ શિખવાનું મળ્યુ છે. ઘણી એનર્જી મળી છે. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ સારો રહ્યો અને હું મારી જાતને લકી માનુ છું કે મને ‘ધડક’માં કામ કરવા મળ્યું છે. આ ફિલ્મ દિલથી બનાવી છે એટલે આશા રાખુ છું કે એ લોકોને પસંદ પડ.’ઈશાન ખટ્ટરે આશા વ્યકત કરતા કહ્યું હતું કે દેશભરના ઓડિયન્સના દિલને આ ફિલ્મ ટચ કરી જશે.