વાનકુંવરમાં કેટરિનાને થયો કડવો અનુભવ

  • વાનકુંવરમાં કેટરિનાને થયો કડવો અનુભવ

મુંબઈ તા,13 : કેટરીના કૈફને વિદેશમાં એવો અનુભવ થયો હતો કે કદાચ કયારેય ભૂલી ન શકે. કેટરીના કૈફે કેનેડાના વાનકુંવરમાં ઉતાવળમાં હોવાથી ફેનને ફોટો પાડવાની ના પાડી હતી તો ફેને તેનો હુરિયો બોલાવીને અપમાન કર્યું હતું. નારાજ ફેન્સ તેના એટીટયૂડને લઈને કમેન્ટ કરવાનું શરૂ કર્યુ હતું. કેટલાકે કહ્યું અમે કેટરિના નહીં સલમાનને જોવા આવ્યા છીએ. કેટલાકે કહ્યું સલમાનને બોલાવવો જોઈએ. બોલિવુડ એક્ટ્રેસ કૈટરીના કૈફ હાલ સલમાન ખાન સાથે દબંગ ટુર પર છે, અને તાજેતરમાં જ તેણે કેનાડાના વેનકુંવર શહેરમાં પરર્ફોમન્સ આપ્યું હતું. કેટરીના કૈફ બેક ટુ બેક શો કરી રહી છે, અને અમેરિકાના બાદ હાલ તે કેનેડા પહોંચી છે. હાલમાં જ તે પોતાના શો પરથી પરત ફરી રહી હતી, ત્યારે તેના ફેનએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. કેટરીના કેફને તેણે હટ્ટ કરીને ખરાબ શબ્દો કહ્યા હતા. કેટરીનાનો આ વીડિયો બહુ જ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટરીના કહી રહી છે કે, તે શોને કારણે બહુ જ થાકેલી છે. આ વીડિયો કેનેડાના વાનકુંવર શહેરનો છે. જેમાં કેટરીના પોતાના કાર તરફ જઈ રહી હતી, અને તેના ફેન તેની જલ્દીજલ્દીને કારણે ગુસ્સામાં આવી જાય છે. આ વાત પર કેટરીના પોતાનું રિએક્શન આપે છે, તો ફેન્સ તેને ઘેરી લે છે.
પરંતુ ગુસ્સાએલા ફેન્સ તેના એટિટ્યુડને લઈને કોમેન્ટ્સ કરે છે.