મોટા બારમણા ગામ નજીક ઝરખનું ભેદી મોત : કોહવાયેલો મૃતદેહ મળ્યો


ખાંભા તા.13
મોટા બારમણના કાતરધાર પિપરીયા ગાળા વિસ્તાર મા સંરક્ષિત વન્ય પ્રાણી ઝરખનુ ભેદી મોત થયું છે. તો વન વિભાગ અનાણ હોવાથી રોષ જોવા મળે છે.
જાણવા મળતિ માહીતી મુજબ પિપરીયા ગાળા વિસ્તારમા વન્યજીવ સંરક્ષણ હેઠળ રક્ષિત વન્ય પ્રાણી ઝરખ નો કોહવાયેલો મૃતદેહ પ્રકૃતિપ્રેમિઓની નજરે ચડયો છે મૃતદેહ એટલી હદે કોહવાય ગયો છે કે વિસેક દિવસ પહેલા આ પ્રાણીનુ મૌત થયાનુ મનાય છે રસ્તાથી માત્ર પચાસ ફુટના અંતરે પડેલ મૃતદેહ હજુ વન વિભાગની નજરે ચડયો નથી આ બોલતી તસ્વિર એ વાતની ગવાહી આપે છે કે ભરખમ પગાર લેતા મહીને પ્રેટોલીગના નામે હજારોનો ખર્ચ બતાવતા વન કર્મચારી સિહ સંરક્ષણ અને સંવર્ધન કેવુ કરતા હશે તે સવાલ ઉઠ્યા છે.
જંગલના સફાય કામદાર અને ભયના આરે આવેલી આ પ્રજાતિ ને સરકારે કાયદા હેઠળ રક્ષિત જાહેર કરેલ છે પણ તુલસીશ્યામ રેન્જના નબળા કામના કારણે સરકારની વાતો વાજણી સાબીત થય રહી છે તાજેતર માજ ભાડની સિમમા વન વિભાગના મસ મોટા સ્ટાફ સાથે ચિકારાના શિકારીને પકડવા ગયા ત્યારે શિકારી દ્વારા દેશી જામગરી બંદુકથી ચિકારાનો શિકાર કરીને માત્ર દસફુટના અંતરેથી વન વિભાગને હાથ તાળી આપી શિકારી ભાગી ગયા હતા ત્યારે સ્થાનિક રેન્જર પટેલ સહીત આખો સ્ટાફ ઊધતો જડપાયો હતો જો આમજ ચાલતુ રહ્યુ તો વન અને વન્યજીવોની ધોર ખોદાતા વાર નય લાગે
હવે જોવુ એ રહ્યુ કે જે વિસ્તારમા જરખનો મૃતદેહ છે ત્યા જ અનેક સિહ પરીવારનો કાયમી વસવાટ છે.
આવા સેન્સિટીવની વિસ્તારની આર.ઍફ.ઓ.એ ખાંભા પોસ્ટીગ થયા બાદ આજ સુધી મુલાકાત લીધી નથી એવુ સ્થાનિકોનુ કહેવુ છે હવે આવી ગંભીર બેદરકારી મા વન વિભાગ આળસ ખંખેરશે કે પછી પોતાની જો હુકમી જ ચલાવસે એ જોવાનુ રહ્યુ છે.