અજય દેવગન વધુ એકવાર ઐતિહાસિક પાત્રમાં: ચાણકયનું પાત્ર ભજવશે

  • અજય દેવગન વધુ એકવાર ઐતિહાસિક પાત્રમાં: ચાણકયનું પાત્ર ભજવશે

મુંબઈ તા,13
ઐતિહાસિક પાત્રોને કેન્દ્રમાં રાખી અનેક હિન્દી ફિલ્મો બની રહી છે. એમાં ઓર એક ફિલ્મનો ઉમેરો થઈ રહ્યો છે. ભારતીય ઇતિહાસના મહાન વિદ્વાન ચાણક્ય પર ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ છે, જેમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકા ભજવશે. આ વાતની જાણકારી ખુદ અજય દેવગણે ટ્વિટર દ્વારા આપી હતી. નીરજ પાંડે દિગ્દર્શિત ફિલ્મનું નિર્માણ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ કરશે. આ ફિલ્મમાં અજય અને નીરજ પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. જોકે ફિલ્મ ક્યારે રિલીઝ થશે અને અજય દેવગણ સિવાય બીજા કયા કલાકાર હશે એની જાહેરાત હજુ કરાઈ નથી. અજય દેવગણે અગાઉ ભગતસિંહનું પાત્ર ભજવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાણકયના વિષય પર અગાઉ ચંદ્રપકાશ ત્રિવેદીએ દૂરદર્શન માટે ટીવી શ્રેણી બનાવી હતી જે ખૂબ જ લોકપ્રિય નીવડી હતી. તો બી.આર.ચોપરા એ દાયકાઓ પહેલા દિલીપકુમારને ચાણકયની ભૂમિકામાં લઈને ‘ચંદ્રગુપ્ત ઔર ચાણકય’ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી પણ તે ફિલ્મ મૂહૂર્તથી આગળ નહોતી વધી.