શ્રી મહાસતી લોયણ માતાજી મંદિરે ઊજવણી

  • શ્રી મહાસતી લોયણ માતાજી મંદિરે ઊજવણી

આટકોટમાં આવેલા મહાસતી લોયણ માતાજીના મંદિરે તા14ના અષાઢી બીજનાં દિવસે સવારે યજ્ઞ નો આરંભ કરવામાં આવશે બપોરે યજ્ઞ નું બીડું હોમવામાં આવશે તેમજ ધ્વજા રોહણ ત્યાર બાદ માતાજી ની ભવ્ય શોભાયાત્રા ગામમાં મુખ્ય માર્ગ માં ફરશે અને મહાપ્રસાદ રખાયો છે. આટકોટ એટલે સંત અંને સુરાની ધરતી છે સમસ્ત લુહાર સુથાર આસ્થા નું કેન્દ્ર એટલે ભાદર કીનારે આવેલા આજ થીં 625 વર્ષ પહેલાં ભક્ત ધનાભગત પીઠવાનુ ધર એટલે સંત તોનો ઊતારો એ જગ્યા એટલે મહાસતી લોયણ માતાજી નું જન્મ સ્થળ આજે પણ સમસ્ત લુહાર સુથાર સમાજ નાં લોકો ગુજરાત તથા બહાર થીં પણ માં નાં દર્શન ઊમટી પડે છે અષાઢી બીજ નાં દિવસે જાણે માનવ મહેરામણ ઉમટી પડે છેથ સાથે સ્વ અનિલભાઈ પરમારતથા બકુલભાઈ પરમાર આયન વકસ દ્વારા ફી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાશે જેમાં વેદાંત હોસ્પિટલ નાં ડોક્ટર ઑ આખો દિવસ સેવાઓ આપશે મેડીકલ ચેકઅપ કરીને અમુક દવાઓ આપીને સેવા કાર્ય કરશે. પ્રમુખ જે પી રાઠોડ રમેશભાઈ ડોડીયા ચંદુભાઈ વાધેલા રામજીભાઈ પરમાર નારાયણ ભાઈ ડોડીયા ભરતભાઈ મકવાણા વગેરે કાર્યકર રો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસવીર : કરશનબામટા આટકોટ)