ભાવનગરમાં કાલે ભવ્ય રથયાત્રા

  • ભાવનગરમાં કાલે ભવ્ય રથયાત્રા


ભાવનગર : ભાવનગરમાં કાલે અષાઢીબીજના રોજ ભગવાનશ્રી જગન્નાથજીની ભવ્યાતીભવ્ય રથયાત્રા શહેરમાં 18 કિ.મી. રૂટ પર દબદબાભેર નીકળશે. રથયાત્રા પૂર્વે શહેરના સંવેદનશીલ વિસ્તારો લશ્કરી છાવણીમાં ફેરવાયા છે. આજે પોલીસ કાંફલાએ રથયાત્રારૂટ ઉપર ફલેગમાર્ચ કરી હતી. સમગ્ર દેશમાં ત્રીજા નંબરની અને ગુજરાતમાં અમદાવાદ પછી બીજા નંબરની અષાઢીબીજની ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રા ભાવનગરમાં ભારે ઉત્સાહપૂર્વક નીકળે છે. રથયાત્રા સંદર્ભે રથયાત્રા મહોત્સવ કમિટી, જિલ્લા પોલીસતંત્ર સહિત અન્ય તંત્ર દ્વારા મોટાભાગની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આજે પોલીસતંત્ર તથા અન્ય સુરક્ષા જવાનો દ્વારા શહેરમાં ફલેટ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં પોલીસનો તમામ વાહનો, પોલીસ અધિકારીઓ, જવાનો જોડાયા હતા. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધ લશ્કરીદળોનો બંદોબસ્ત ગોઠવયો છે. કોમ્બીંગ, ચેકિંગ સહિતની કામગીરી પોલીસ કરી રહી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાલે રથયાત્રા શહેરમાં પ્રયાણ કરશે. (તસવીર : વિપુલ હિરાણી)