દીકરીને શાળાએથી ઘેર લઇ આવી પિતાએ કર્યા અડપલાં


જામનગર,તા.13
જામનગરમાં રહેતા એક નરાધમ શખ્સે પિતાની ગરીમાને લાંછન લાગે તેવું હિત કૃત્ય કરી પોતાનીજ સગી માસુમ પુત્રી સાથે નિર્લજ હુમલો કરી જાતીય સતામણી કરી હતી. આડોશી-પાડોશીઓ એકત્ર થઇ ગયા હતા અને પોલીસને સુપ્રરત કરી દીધો હતો. પોલીસ દ્વારા નરાધમ પિતાની અટકાયત કરી લેવાય છે અને તેની સામે પોકશો એકટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરના ગુલાબનગર માર્ગે લાડીયા હનુમાન મંદિર પાસે રહેતો 35 વર્ષનો એક શખ્સ ગત સાંજે પોતાની છ વર્ષની પુત્રીને સ્કુલમાંથી તેડી લાવ્યો હતો અને ઘરમાં લઈ જઈ પોતાની સાથે પલંગમાં સુવડાવી શારીરીક અડપલા શરૂ કર્યા હતા.અને જાતીય સતામણી કરી નિર્લજ હુમલો કર્યો હતો.
બીજી તરફ આ માસુમ બાળકીના કાકા તેણીને લેવા સ્કુલે ગયા હતા. તો જાણવા મળ્યુ હતું કે તેણીના પિતા આવીને બાળકીને લઈ ગયા છે. આથી બાળકીના કાકા સીધાજ પોતાનાં મોટાભાઈના ઘરે પોહચ્યા હતા અને તપાસ કરતાં પોતાનાં સગાભાઈનું "સૈતાનસ્વરૂપ જોવા મળતા તેમણે પોલીસને જાણ કરીહતી. આથી પોલીસ ઈન્સ્પેકટર કે.પી. જોષી તુરતજ દોડી ગયા હતા અને આરોપીને ઝડપી પાડયો હતો. આ અંગે બાળકીના કાકા અને આરોપીના ભાઈએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
બાળકીની માતાનું અવસાન થયુ હોવાથી તેને ભાભુના ઘરે રહેવા માટે મોકલવામાં આવી હતી. પરંતુ ગઈકાલે આરોપીના મગજમાં સેતાન સવાર થતાં તે પોતાનીજ સગી ફુલ જેવી દિકરી ઉપર નજર બગાડી હતી.