ખાંભા પંથકમાં દીપડાનો બે દિવસમાં બીજીવાર હૂમલો

  • ખાંભા પંથકમાં દીપડાનો  બે દિવસમાં બીજીવાર હૂમલો

ખાંભા તા.13
રાબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તાર માં એક દીપડા એ રીતસર બાન માં લીધો છે આ દીપડા એ 24 કલાક માં એક યુવાન અને એક યુવતી પર હુમલો કરી દીપડો માનવભક્ષી હોવાનું સાબિત કરી બતાવ્યું હોઈ તેવું લાગી રહ્યું છે ત્યારે આ દીપડા ના 24 કલાક માં દીપડા ના 2 હુમલા થી રેવન્યુ અને વાડી વિસ્તાર માં રેહતા ખેડૂતો અને ખેત મજૂરો માં ફફડાટ વ્યાપી ગયો છે જ્યારે આ દીપડા ને પકડવા ઉઠેલી માંગ માં હજુ વનવિભાગ હરકત માં ના આવ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે
મળતી માહિતી પ્રમાણે ખાંભા તાલુકા માં તુલસીશ્યામ રેન્જ નીચે આવતા રાબારીકા રાઉન્ડ ના રેવન્યુ વિસ્તાર માં માનવભક્ષી દીપડા ના આંતક થી રાબારીકા રાઉનડ નો આખો રેવન્યુ વિસ્તાર ના ખેડૂતો અને ખેતમજૂરો માં ફફડાટ ફેલાયો છે ત્યારે હજુ 24 કલાક માં દીપડા એ એક નવા માલકનેશ ગામે 16 વર્ષ ની યુવતી કોમલબેન ને માથા ના ભાગે ઇજા પોહચડી ની શાહી સુકાઈ નથી ત્યાં જ ખાંભા ના બોરાળા ગામે હનુમાનપુર ગામ તરફ જવા ના રોડ પાર રેહતા પ્રતાપભાઈ કેશુભાઈ ચારોલીયા નામના 23 વર્ષીય યુવાન પોતાના ઘર ની ઓસરી માં સૂતો હતો ત્યારે રાત્રી ના 2.30 વાગ્યા ની આસપાસ એક કદાવર દીપડા આવી ચડ્યો હતો અને દીપડા એ સુતેલા યુવાને માથા ભાગે બચકું ભર્યું અને ખભા અને ડોક ના ભાગે નહોર માર્યા યુવાને સામનો કરતા દીપડા ના મોઢા માંથી પોતાનો બચાવ કરી દીપડા સામે હિંમત દેખાડી અને હાકલા પડકારા કર્યા ત્યારે યુવાન ના ઘર માં તેની માતા અને બહેન પણ બહાર આવી ગયા અને દીપડા ઘર ની સામે ઉભો હતો બાદ માં દીપડા ને મહા મહેનતે ત્યાંથી દૂર ખસેડીયો બાદ માં ખાંભા 108 નો સંપર્ક કરતા ખાંભા 108 નો સ્ટાફ અહીં દોડી આવ્યો હતો અને યુવાન ને લોહીલુહાણ હાલત માં ખાંભા સરકારી દવાખાને લાવવા માં આવ્યો હતો જ્યારે આ દીપડા ના હુમલા માં યુવાન ને માથા ના ભાગે તેમજ ખભા અને ડોક ના ભાગે ગંભીર ઇજા પોહચી હતી જ્યારે આ યુવાન ના પરિવાર દ્વારા 108 ના સ્ટાફ નો આભાર માનવા માં આવ્યો હતો..