સૌરાષ્ટ્રના હાઇવે 20મીથી બનશે સૂમસામ: ટ્રાન્સપોર્ટની અચોક્કસ મુદતની હડતાળ

  • સૌરાષ્ટ્રના હાઇવે 20મીથી બનશે સૂમસામ: ટ્રાન્સપોર્ટની અચોક્કસ મુદતની હડતાળ
  • સૌરાષ્ટ્રના હાઇવે 20મીથી બનશે સૂમસામ: ટ્રાન્સપોર્ટની અચોક્કસ મુદતની હડતાળ

રાજકોટ તા.13
ડીઝલનાં ભાવવધારા સહિત મુખ્ય પાંચ માંગણીઓ સાથે ટ્રાન્સપોર્ટરોએ હવે આરપારની લડાઇનું એલાન કર્યુ છે. ર0મીથી દેશની સાથોસાથ સૌરાષ્ટ્રમાં અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન થયું છે. ચક્કાજામ સહિતનાં કાર્યક્રમોથી સરકારને ભીંસવામાં આવશે. અલબત દુધ-શાકભાજી સહિતનાં જીવન જરૂરી ચીજવસ્તુઓને હડતાલમાંથી બાકાત રાખવામાં આવી છે પરંતુ પેટ્રોલ સહિતનાં પદાર્થોની તંગી ઉભી થાય તેવું ચિત્ર ઉપશે છે. કેમકે રાજકોટનાં 100 ટ્રાન્સપોર્ટરો સહિત જીલ્લાનાં 10000 થી વધારે ટ્રાન્સપોર્ટરોએ હડતાલમાં જોડાવા એલાન કરી દીધું છે.
આજરોજ ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે આવેલ હોલમાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં મુખ્ય રપ0 થી વધારે ટ્રાન્સપોર્ટનાં માલીકો સંચાલકો ઉપસ્થિત
(અનુસંધાન પાના નં. 10)
રહ્યા હતા. બેઠકમાં નવા બુકીંગો લેવાના બંધ કરવા નિર્ણય થયો હતો. ર0મી સુધીમાં ડીલેવરી કરી શકાય તેવા બુકીંગો પણ મર્યાદીત સંખ્યામાં કરવા નક્કી થયું હતું. સાથોસાથ ર0મીથી અચોક્કસ મુદ્દતની હડતાલમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ જોડાવા એલાન કરતા સૌરાષ્ટ્રનું પરીવહન થંભી જાય તેવી શકયતા છે. માત્ર ખાનગી ટ્રાવેલ્સ જ નહી પરંતુ નાના ટેકસી અને ટેમ્પો એસોએ પણ હડતાલમાં એક દિવસનો ટેકો આપી દીધો છે.
હડતાલનાં કારણે સૌરાષ્ટ્રમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ, ઇન્ડસ્ટ્રીયલ રો-મટીરીયલ સહિત મહત્વની વસ્તુઓનું પરીવહન સદંતર ઠપ્પ હોવાથી ઉદ્યોગ વેપારને જોરદાર ફટકો પડે તેવી શકયતા છે.
આજે મળેલી બેઠકમાં હવે આરપારની લડાઇનું એલાન કરાયું છે. જ્યાં સુધી સરકાર માંગો ઉકેલે નહીં ત્યાં સુધી એક પણ ટ્રેકને સેલ્ફ નહીં મારવા એલાન થયું છે. ઉપરાંત હાઇવે પર અન્ય વાહનોને પણ ચક્કાજામ કરીને રોકી દેવામાં આવશે. ર0મીથી ધોરીમાર્ગો સુમસામ બનાવવા ટ્રાન્સપોર્ટરોની તૈયારીથી સરકાર ભીંસમાં મુકાઇ છે. ટ્રાન્સપોર્ટરોની પાંચ મુખ્ય માંગણીઓ * ડીઝલના ભાવ ઘટાડવા, રોજના બદલે ભાવોની સમીક્ષા ત્રિમાસિક ધોરણે કરવી.
*ટોલ બેરીઅર ફ્રી ભારત
* થર્ડ પાર્ટી પ્રીમિયમમાં ઘટાડો, વીમા પરથી જીએસટી રદ કરવી
*ભાડા પરથી ટીડીએસ રદ, ઇ-વે બીલની સમસ્યાની સમીક્ષા
* બસ અને ટયુરીસ્ટ વાહનોને નેશનલ પરમીટ આવા આંદોલનનો કોઇ ફાયદો નથી માટે અમે હડતાળમાં જોડાવાના નથી ઓલ ઇન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા વિરોધ મુદ્દે તા.ર0 જુલાઇએ દેશવ્યાપી હડતાલના એલાનમાં જોડાવા ભાઇચારા ઓલ ઇન્ડીયા વેલફેર એસો.ને સ્પષ્ટ ના પાડી દીધી છે.
આ અંગે એસો.ના પ્રમુખ સુશીલભાઇ વાળાએ જણાવ્યું
હતું કે આવા આંદોલનનો કોઇ ફાયદો નથી. અગાઉ પણ અસંખ્ય આંદોલનો થઇ ગયા છે પરંતુ અત્યાર સુધીમાં એક પણ આંદોલનનો યોગ્ય ઉકેલ આપ્યો નથી.
ટ્રાન્સપોર્ટરો દ્વારા આપવામાં આવેલા એલાનમાં દરેક રાજ્યમાં અને ગુજરાતના વિવિધ શહેરોમાં અલગ-અલગ મુદ્દાને લઇ હડતાલ પાડવામાં આવશે. કોઇ પૂર્વે આયોજન કે એક આંદોલનનો એક મુદ્દો
નથી. અમે સરકારને સમય આપવા માંગતા નથી અને હડતાલથી સરકાર જો 1પ દિવસમાં યોગ્ય કરવાની ખાતરી આપશે તો આંદોલન સમેટાય જશે અને નાના માણસો મરી રહેશે અમારે નિર્ણય તાત્કાલીક જોઇએ. બંધમાં નહીં જોડાવા માટે અમારા વેલફેર એસો. સાથે રાજકોટના 700 સહિત અન્ય રાજ્યના લોકો પણ જોડાયા છે.
- સુશીલભાઇ વાળા
ભાઇચારા ઓલ ઇન્ડીયા વેલફેર એસોસિએશન