અમદાવાદના મ્યુનિ. કમિશનર પદે વિજય નેહરા: વડોદરામાં અજય ભાદુની નિયુક્તિ

  • અમદાવાદના મ્યુનિ. કમિશનર પદે વિજય નેહરા: વડોદરામાં અજય ભાદુની નિયુક્તિ
  • અમદાવાદના મ્યુનિ. કમિશનર પદે વિજય નેહરા: વડોદરામાં અજય ભાદુની નિયુક્તિ


 1985ની બેચના એ.એમ. તિવારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા
ગાંધીનગર તા.13
આખરે રથયાત્રા પહેલા રાજ્ય સરકારે 21 સિનિયર આઇએએસની બદલીના આદેશ કરતા રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો થયા છે. લાંબા સમયથી સચિવાલયની બહાર જીએસએફસીના એમડી તરીકે સાઇડ પોસ્ટીંગ પર રહેલા 1985 બેચના એ.એમ.તિવારીને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુર 31મી જુલાઇએ નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે તેમને ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપનીના એમડી તરીકે બે વર્ષ માટે નિમણૂંક આપી નિવૃત્તિ પહેલા જ એક્સટેન્શન આપી દેવામાં આવ્યું છે. આનંદીબહેનના સમયમાં સીએમઓમાં સેક્રેટરી રહી ચૂકેલા વિજય નહેરા વિદેશ ટ્રેનીંગ પરથી પરત ફરતાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે
(અનુસંધાન પાના નં.8)
મહત્વની જવાબદારી સોંપાઇ છે.
1984 બેચના અરવિંદ અગ્રવાલને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી મૂક્ત કરીને નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે રેગ્યુલર પોસ્ટીંગ અપાયું છે તે જ રીતે સંગીતા સિંઘને પુરવઠા વિભાગની રેગ્યુલર જવાબદારીમાંથી મૂક્ત કરીને સામાન્ય વહીવટ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે નિયમિત નિમણૂંક અપાઇ છે. ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ સુજિત ગુલાટીને જીએસએફસીના એમડી તરીકે જ્યારે પંચાયતના અગ્ર સચિવ રાજગોપાલને ઉર્જા વિભાગમાં મૂકાયા છે. 31મીએ નિવૃત્ત થતા ડાગુરને જીએનએફસીમાં નિમણૂંક આપી બે વર્ષનું એક્સટેન્શન અપાયુ જ્યારે અરવિંદ અગ્રવાલને નાણાં સચિવ, સંગિતા સિંઘને જીએડીનો રેગ્યુલર હવાલો, અજય ભાદુ વડોદરા મ્યુનિ. કમિશનર: મુકેશ કુમારને પ્રાથમિક શિક્ષણ જ્યારે સુનયના તોમરને શિક્ષણમાંથી બદલીને પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ સચિવ બનાવાયા છે.
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને સુનયના તોમરની જગ્યાએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં મૂકાયા છે જ્યારે શિક્ષણ વિભાગનો ચાર્જ અંજુ શર્માને સોંપાયો છે. સુનયના તોમરને પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટની જવાબદારી સોંપાઇ છે. રાજીવ ગુપ્તાને શ્રમ અને રોજગારમાંથી બદલી વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે મૂકાયા છે. વિપુલ મિત્રાને ટ્રાન્સપોર્ટમાંથી બદલી શ્રમ અને રોજગારની જવાબદારી સોંપાઇ છે. વિકાસ કમિશનર મનોજ અગ્રવાલને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં મૂકાયા છે ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અજય ભાદુને વડોદરા મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે. તેમના સ્થાને મેરીટાઇમ બોર્ડમાં મહમદ શાહીદને મૂકાયા છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવને સહકાર સચિવ બનાવાયા છે. બોકસ...
કોને કયુ પદ અપાયું? નામ પદ
1 ટી. નટરાજન એમડી જીએસપીસી
2 અરવિંદ અગ્રવાલ મુખ્ય અધિક સચિવ નાણાં વિભાગ
3 એમ.એસ.ડાગુર એમડી, જીએનવીએફ
4 સુજીત ગુલાંટી એમડી જીએસએફસી
5 એ.એમ.તિવારી અધિક ગૃહસચિવ
6 સંગીતા સિંગ અધિક મુખ્ય સચિવ, વહિવટી વિભાગ
7 રાજીવકુમાર ગુપ્તા અધિક મુખ્ય સચિવ, વન અને પર્યાવરણ વિભાગ
8 રાજગોપાલ પ્રિન્સિપલ સેક્રેટરી, એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ
9 વિપુલ મિત્રા અધિક મુખ્ય સચિવ, શ્રમ અને રોજગાર વિભાગ
10 સુનૈના તોમર પ્રિન્સિપલ સેક્રેટરી, પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ
11 સંદિપ કુમાર કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ કમીશનર
12 મનોજ અગ્રવાલ પ્રિન્સિપલ સેક્રેટરી,સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ
13 મુકેશ કુમાર સચિવ, શિક્ષણ વિભાગ
14 વિજય નેહરા કમિશ્ર્નર, અમદાવાદ મ્યુનિ. કોર્પો.
15 અજય ભાદૂ કમિશ્ર્નર, બરોડા મ્યુનિ. કોર્પો.
---------------