બરસો..રે... રાજકોટમાં મેઘરાજાનું ટપક...ટપક

  • બરસો..રે... રાજકોટમાં મેઘરાજાનું ટપક...ટપક

રાજકોટ તા.13
સૌરાષ્ટ્રવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે મેઘરાજાએ વરસવાનુ શરૂ કરી દેતાં ખેડુતો ઝુમી ઉઠ્યા છે. રાજકોટ શહેરમાં ત્રણ દિવસથી આકાશમાં કાળાડિંબાંગ વાદળો ઘેરાયા છે વરસાદી માહોલ બંધાયો છે. ત્યારે રાજકોટ શહેરમાં મેઘરાજા માત્ર હાઉકલી જ કરી રહ્યા છે વહેલી સવારથી મેઘરાજાએ માત્ર
ઝરમર ઝરમર હેત વરસાવ્યું હતું બપોરે 3 વાગ્યા સુધીમાં અડધો ઇંચ જ વરસાદ હતો.
સેન્ટ્રલ ઝોનમાં 9મી.મી. મોસમનો કુલ 107 મી.મી. નોંધાયો હતો. જ્યારે વેસ્ટ ઝોનમાં 5મી.મી. મોસમનો 105 મી.મી. તો ઇસ્ટઝોનમાં સૌથી વધારે 11મી.મી. વરસાદ પડ્યો હતો. માત્ર ઝરમર વરસાદમાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથો આકાશ વાદળોથી ઘેરાયેલું છે તો જોતા મેઘરાજા મન મૂકી વરસી પડશે પણ મેઘરાજા હાઉકલી કરી જતાં લોકો નિરાશ થયા હતાં. હજુ પણ હવામાન વિભાગે આગાહી કરતા રાજકોટ ઉપર મેઘરાજા વરસી પડે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.
રાજકોટ ઝોન વાઇઝ અલગ-અલગ વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજકોટમાં ઇસ્ટઝોન(સામાકાંઠે) સૌથી વધારે વરસાદ નોંધાયો હતો અમુક વિસ્તારમાં મેઘરાજાએ જોરદાર ઝાપટું વરસાવી દેતા રોડ ઉપર પાણી પાણી થઇ ગયું હતું.