ન્યારી-1માં 9, ભાદરમાં 2II ફૂટ નવું પાણી

  • ન્યારી-1માં 9, ભાદરમાં 2II ફૂટ નવું પાણી


રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઇકાલે મેઘકૃપા થતા છ જીલ્લાના 80 ડેમમાંથી 18 ડેમમાં અડધા ફુટથી લઇ ર1 ફુટ સુધી નવા પાણીની આવક શરૂ થઇ છે. રાજકોટને
પાણી પુરૂ પાડતા ભાદર ડેમમાં રાા ફુટ અને ન્યારી-1 માં 9 ફુટ પાણીની આવક થઇ છે.
રાજકોટ જીલ્લામાં ગઇકાલે બે ઇંચથી લઇ આઠ ઇંચ સુધી ભારે વરસાદ પડયો છે. તેના કારણે જીલ્લાના રપ ડેમમાંથી 1પ ડેમમાં એકથી ર1 ફુટ પાણી આવ્યું છે તેમાં ભાદર ડેમમાં ર.47, ફોડળમાં 1.0ર, આજી-રમાં ર.6ર, મોજમાં ર.પ8, ફોફળમાં ર.79, વેણુ-3 માં 3, આજી-4 માં 3.ર1, આજી-પ માં 3.4ર, છાપરવાડી-ર માં 0.98, કરમાળમાં 0.66, ભાદર-ર માં 3.પપ ફુટ પાણીની આવક થઇ છે.
આ ઉપરાંત છાપરવાડી-1 માં ર1.6પ ફુટ પાણીની આવક થઇ છે. જ્યારે ઇશ્ર્વરીયામાં 11.48 ફુટ પાણી આવતા સપાટી રર.6પ ફુટે પહોચી ગઇ છે. જ્યારે ભાદર-ર ની સપાટી 40.80 ફુટે પહોચી ગઇ છે. આમ રાજકોટ જીલ્લાના જળાશયોમાં એક જ રાતમાં 16.79 ટકા જળજથ્થો સંગ્રહીત થયો છે.
મોરબી જીલ્લાના 10 ડેમમાંથી એક ડેમમાં પાણીની આવક થઇ છે. હજુ નવ ડેમ કોરાધાકોડ છે. ડેમી-ર ડેમમાં 3.ર8 ફુટ નવુ પાણી આવતા સપાટી 1ર.ર4 ફુટે પહોચી છે. મોરબી જીલ્લાના જળાશયોમાં 11.31 ટકા જળજથ્થો છે.
જામનગર જીલ્લાના ર0 ડેમમાંથી માત્ર બે ડેમમાં પાણીની આવક થઇ છે. ફોફળ-ર ડેમમાં 10.17 ફુટ પાણીની આવક થઇ છે. આ
ઉપરાંત ફુલઝરમાં 0.16 ફુટ
પાણી આવ્યું છે. અમરેલી જીલ્લામાં ગઇકાલે મેઘરાજાએ સચરાચર કૃપા વરસાવી છે. સાર્વત્રિક વરસાદના કારણે નદી-નાળા અને જળાશયોમાં પાણીની પુષ્કળ આવક શરૂ થઇ છે. અમરેલી જીલ્લામાં છેલ્લા ત્રણ
દિવસથી પડતા વરસાદના કારણે અમરેલીના સાકરોલી ડેમમાં 19.ર6 ફુટ નવું પાણી આવ્યું છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, સોમનાથ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને રાજકોટ જીલ્લામાં ભારે વરસાદ પડયો છે તેથી નદી-નાળામાં પુર આવ્યું છે. જો કે હજુ મોરબી, દ્વારકા, પોરબંદર જીલ્લામાં આવેલ જળાશયોમાં પાણીનું ટીપુ પણ આવ્યું નથી.