હાઉસીંગ બોર્ડમાં મૌલેશ ઉકાણીને કોમર્શિયલ મંજુરી આપવામાં જ કૌભાંડ

  • હાઉસીંગ બોર્ડમાં મૌલેશ ઉકાણીને કોમર્શિયલ મંજુરી આપવામાં જ કૌભાંડ
  • હાઉસીંગ બોર્ડમાં મૌલેશ ઉકાણીને કોમર્શિયલ મંજુરી આપવામાં જ કૌભાંડ
  • હાઉસીંગ બોર્ડમાં મૌલેશ ઉકાણીને કોમર્શિયલ મંજુરી આપવામાં જ કૌભાંડ

રાજકોટ તા.13
રાજકોટના રાજમાર્ગ કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર સામે હાઉસીંગ બોર્ડ કોલોનીમાં આવેલ ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના કોમર્શિયલ બિલ્ડિંગનો પ્લાન મંજુર કરવામાં રાજકોટ મહાનગર પાલિકાના ટી.પી.વિભાગે તમામ નીતિ-નિયમોની ઐસી તૈસી કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
હાઉસીંગ બોર્ડ કોલોનીમાં કોમર્શિયલ પ્લાન મંજુર થઈ શકે તેમ ન હોવા છતાં બાન લેબ્સ વાળા મૌલેશ ઉકાણીનો કોમર્શિયલ પ્લાન મંજુર કરવામાં મૌલેશ ઉકાણી, આર્કિટેક અને કોર્પોરેશનનાં અધિકારીઓએ મિલી ભગત કરી રિતસર કૌભાંડ આચર્યાનું બહાર આવ્યુ છે.
હાઉસીંગ બોર્ડ કોમર્શિયલ પ્લાન માટે એન.ઓ.સી. આપવાની સ્પષ્ટ ના પાડી હોવા છતાં મહાનગરપાલિકાએ ભેદી રીતે કોમર્શિયલ પ્લાન મંજુર કરી દઈ ગુનાહિત કૃત્યુ આચરેલ હોય, આ કૌભાંડમાં ટૂંક સમયમાં જબરા કડાકા-ભડાકા થાય તેવા નિર્દેશો મળે છે.
સામાન્ય લોકોને સામાન્ય કામો માટે પણ અનેક ધક્કા ખવડાવી પરસેવો છોડાવી દેતા મહાનગર પાલિકાના ટી.પી.વિભાગે એક વગદાર ઉદ્યોગપતિ માટે નીતિ નિયમો નેવે મુકી સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાનો રેકર્ડ ઉપરથી ઘટસ્ફોટ થયો છે. હાઉસીંગ બોર્ડની આવાસ યોજનામાં કોમર્શિયલ બાંધકામ માટે ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી, મહાનગરપાલિકા અને હાઉસિંગ બોર્ડ વચ્ચે થયેલા પત્ર વ્યવહાર ઉપરથી સ્પષ્ટ થાય છે કે, સ્વામીનારાયણ મંદિર સામે હાઉસિંગ બોર્ડ આવાસ યોજનામાં મૌલેશ ઉકાણીએ બાંધેલા કોમર્શિયલ બિલ્ડિંગ માટે હાઉસિંગ બોર્ડ એન.ઓ.સી. આપેલ જ નથી આમ છતાં મ્યુનિ. કોર્પોરેશનના કલાબાજોએ જબરી ‘કારીગીરી’ કરી કોમર્શિયલ પ્લાન મંજુર કરી નાખ્યો છે.
સમગ્ર કૌભાંડ વ્યવસ્થિત રીતે આચરવામાં આવ્યુ છે જેમાં સૌ પ્રથમ તા.13/9/1999ના રોજ રહેણાંક હેતુનો પ્લાન કોર્પોરેશનમાં મંજુર કરવામાં ત્યારબાદ તા.2/2/2000ના રોજ બાલ્કની સહિતના વધારાના બાંધકામ માટે રિવાઈઝડ પ્લાન મુકવામાં આવ્યો અને આશ્ર્ચર્યજનક રીતે વધારાના બાંધકામ માટે મુકાયેલ રિવાઈઝડ પ્લાન કોમર્શિયલ તરીકે રજુ કરી તા.27/7/2000ના રોજ કોમર્શિયલ પ્લાન મંજુર કરાવી લેવામાં આવ્યો હતો. આ પ્લાન માટે તા.19/4/2000ના રોજ રાજકોટ મહાનગરપાલિકાએ ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઈજનેરને પત્ર લખી મૌલેશ પટેલે રજુ
(અનુસંધાન પાના નં. 10) કરેલા કોમર્શિયલ પ્લાન માટે એન.ઓ.સી. માંગ્યુ હતું અને કોમર્શિયલ મંજુરી આપવી કે કેમ? તેનો અભિપ્રાય માગ્યો હતો. કોર્પોરેશનના આ પત્ર સામે તા.2/5/2000ના રોજ હાઉસિંગ બોર્ડના કાર્ય પાલક ઈજનેરે મ્યુનિ. કમિશ્નરને સંબોધીને આપેલા એન.ઓ.સી.માં સ્પષ્ટ જણાવ્યુ છે કે, હાઉસીંગ બોર્ડ ફકત રહેણાંક હેતુ માટે જ એન.ઓ.સી. આપે છે અને કોમર્શિયલ હેતુ માટે એન.ઓ.સી. આપવામાં આવતુ નથી.
આમ હાઉસીંગ બોર્ડ કોમર્શિયલ એન.ઓ.સી. આપવાની ના પાડી હોવા છતાં તા.27/7/2000ના રોજ મૌલેશ ઉકાણીએ રજુ કરેલા કોમર્શિયલ પ્લાન મંજુરના સિકકા લાગી ગયા છે. જે કોર્પોરેશન તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. અન્ય આસામીઓના કોમર્શિયલ પ્લાન નામંજુર કેમ?
રાજકોટ મહાનગરપાલિકાના બાબુઓને મૌલેશ ઉકાણી ઉપર ‘પ્રેમ’ ઉભરાયો હોય તેમ હાઉસીંગ બોર્ડની મનાઈ છતાં કોમર્શિયલ પ્લાન મંજુર કરી દીધો હતો પરંતુ આ જ હાઉસીંગ બોર્ડ કોલોનીમાં અન્ય આસામીઓ દ્વારા રજુ કરવામાં આવેલા કોમર્શિયલ પ્લાન સ્વીકારવામાં જ આવતા નથી અને એવો જવાબ આપી દેવામાં આવે છે કે, હાઉસીંગ બોર્ડ કોલોનીમાં કોમર્શિયલ મંજુરી આપવા પાત્ર નથી.
મ્યુનિ. કમિશનર કેમ લાજ કાઢે છે?
હાઉસીંગ બોર્ડ કોલોનીમાં ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીને કોમર્શિયલ મંજુરી આપવામાં વ્યવસ્થિત કૌભાંડ આચરાયુ હોવાનું જગજાહેર થઈ ગયુ છે અને કોર્પોરેશનના રેકર્ડ ઉપર પુરાવા હોવા છતાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની તપાસ કરાવવામાં કેમ લાજ કાઢી રહ્યા છે? તેવો પ્રશ્ર્ન ઉઠી રહ્યો છે. મ્યુનિ. કમિશ્નર અંગત સંબંધની ‘શેહ’માં છે કે, રાજકીય ‘શરમ’ ભરી રહ્યા છે? તેવો પ્રશ્ર્ન ઉઠે છે.