મોડા વરસાદથી જિલ્લાની ગૌશાળાઓની દયનીય સ્થિતિ: સહાય ચૂકવવા માગણી

  • મોડા વરસાદથી જિલ્લાની ગૌશાળાઓની  દયનીય સ્થિતિ: સહાય ચૂકવવા માગણી

રાજકોટ તા.13
વરસાદ મોડો થવાના કારણે જિલ્લાની ગૌશાળાઓમાં પશુનિભાવ માટે મુશ્કેલીઓ સર્જાતા આજે શહેર-જિલ્લાનાં ગૌશાળા સંચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી યુદ્ધનાં ધોરણે સહાય કરવા વિનંતી કરી હતી. સંચાલકોએ કહ્યું કે ઘાસ અને અન્ય સહાય ચૂકવવામાં જો વિલંબ થશે તો ગૌમાતા પર જોખમ જળુંબી રહ્યું છે.
રાજકોટના કાલાવડ રોડ પર આવેલી ગોવર્ધન ગૌશાળામાં 700 થી વધારે અંધ અપંગ, નિરાધાર ગાયોનો નીભાવ થઇ રહ્યો છે. ત્યારે જિલ્લાની તમામ ગૌશાળામાં હજારોની સંખ્યામાં ગાયો હોય રાજકોટ જિલ્લાના ગૌશાળા પાંજરાપોળ વરસાદ નહી પડવાથી અર્ધ અછત જેવી સ્થીતિ સર્જાણી સુકુઘાસ લીલુ મળવું મુશ્કેલ હોય તો ગૌશાળા પશુઓનો નીભાવ કરવ બહુ મુશ્કેલ હોય તો સરકાર ગૌશાળા વતી કલેક્ટરને સહાય તાત્કાલીક આપવા વિનંતી કરાઇ છે. ગૌશાળા પાંજરાપોળ રાજકોટ જિલ્લા દ્વારા પશુદિઠ કાયમી 4 કીલો સુકુ ઘાસ આપવા વિનંતી પશુદીઠ કાયમી 20રૂા. સહાય આપવી. ગૌશાળાને હયાત જમીન માંગણી વાળી જમીન ટોકન ભાવે રેગ્યુલાઈઝ કરી આપવી ગૌશાળાને ગાયઆધારીત ખેતી કેન્દ્ર અને ગૌ પ્રોડક્ટ શરૂ કરવામાં મદદ કરવી.
પશુના કાયમી નીભાવમાટે ગૌશાળાને વાવવા લાયક જમીન ગોચર, ખરાબામાંથી અન્ય જગ્યાએથી ફાળવવા જણાવાયું છે.