સ્વામિ.મંદિર પાસેનું બંધ ડિવાઈડર ખોલવા ચાલી રહેલી સહી ઝુંબેશને બહોળો પ્રતિસાદ

  • સ્વામિ.મંદિર પાસેનું બંધ ડિવાઈડર ખોલવા  ચાલી રહેલી સહી ઝુંબેશને બહોળો પ્રતિસાદ

રાજકોટ તા,13
‘રાજકોટ મતદાર એકતા મંચ’ દ્વારા તા.11/7થી 14/7 સુધી કાલાવડ રોડ પર ચાર અલગ અલગ ચોકોમાં જે ‘સહી ઝુંબેશ’નો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં એક જ દિવસમાં 500 જેટલા વાહન ચાલકોનો પ્રચંડ પ્રતિસાદ સાંપડતા હવે ચારેય દિવસ આ ‘સહી ઝુંબેશ’નો કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિરની સામેના ચોકમાં જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયેલો છે. તેથી આ ચળવળ અને અહિંસક સત્યાગ્રહમાં રાજકોટના ખૂણે ખૂણેથી દરેક સત્યાગ્રહી અને સત્યપ્રેમી નાગરિકોને અંડરબ્રીજ પાસેના અક્ષર માર્ગ વાળા ચોકમાં આવીને પોતાનુ નામ, મો.નંબર અને સહી આપીને પોતપોતાની હાજરી અને પ્રદાન દ્વારા સત્યને જીવતુ રાખવાના ‘રાજકોટ મતદાર એકતા મંચ’ના પ્રયાસને બળ આપવા આગ્રહ છે. ચાર દિવસોની સહી ઝુંબેશ પછી કલેકટર પોલીસ કમીશ્નર, મ્યુ.કમીશ્નર અને ટ્રાફિક એ.સી.પી.ને આ રોડ સ્થાનીક ટ્રાફિકની સહુલીયત અને સગવડ માટે 10 દિવસોની અંદર જ ખોલી નાખવા રજૂઆત કરશે. જો યોગ્ય નહીં રખાય તો ન છુટકે ત્યારબાદ દિવસ-વાર સમય જાહેર કરીને સ્થાનીક જનતાને સાથે રાખીને ‘જનતા ડીમોલીશન’ કરીને માગ ખોલી નખાશે.
સહી ઝુંબેશના કાર્યક્રમમાં પ્રવિણભાઈ લાખાણી, કાંતીભાઈ ભૂત, અશોકભાઈ પટેલ, મહેશભાઈ મહિપાલ, અશોકભાઈ મહેતા, જયોતીબેન માઢક, જી.બી.પરમાર, સમતકાંતા પટેલ વગેરે મંચ સાથે જોડાયેલા સત્યાગ્રહીઓ સામેલ હતા.