કાલે મહાપર્વ અષાઢી બીજ: ભગવાન જગન્નાથજીની ભવ્ય

  • કાલે મહાપર્વ અષાઢી બીજ: ભગવાન જગન્નાથજીની ભવ્ય
  • કાલે મહાપર્વ અષાઢી બીજ: ભગવાન જગન્નાથજીની ભવ્ય
  • કાલે મહાપર્વ અષાઢી બીજ: ભગવાન જગન્નાથજીની ભવ્ય


રાજકોટ તા,13
મહાપર્વ અષાઢીબીજની કાલે રાજકોટમાં જાજરમાન ઉજવણી થશે. તમામ પર્વોમાં અષાઢીબીજનું મહત્વ અનેરૂ છે કેમ કે ખુદ જગતના નાથ કાલે દિનચર્ચા પર નીકળે છે. બહેન સુભદ્ર અને ભાઈ બલરામ સાથે જગન્નાથજીના દર્શન કરવા રાજકોટ રસ્તાઓ પર ઉમટી પડશે. છેલ્લા 1 વર્ષથી રાજકોટમાં યોજાતી જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે ભવ્યાતિ ભવ્ય રીતે યોજાશે. સમિતિ દ્વારા છેલ્લા 1 મહિનાથી તૈયારીઓ શરૂ કરાઇ હતી.
રથયાત્રાનો પ્રારંભ પહિંદવીધી અને શાસ્ત્રોકત્ત વિધી-વિધાન સાથે સવારે 8 નાનામવા ખાતે આવેલ કૈલાશધામ આશ્રમ ખાતેથી થશે. સમાપન રાત્રે 8 કલાકે નીજ મંદિર ખાતે થશે. આ દરમિયાન રથયાત્રા શહેરના તમામ મુખ્યમાર્ગો પરથી પસાર થશે.
રથયાત્રામાં રાસ ગરબાની રમઝટ અને અખાડાના દાવપેચ મુખ્ય આકર્ષણ છે. ભગવાન જગન્નાથજીના રથને ‘નંદી ઘોષ’, બહેન સુભદ્રાજીના રથને ‘દેવ દલન’ ભાઈ બલરામના રતને ‘તાલધ્વજ’ નામ અપાયું છે.
સમગ્ર યાત્રામાં જોડાનાર થતા દર્શનાર્થે પધારેલ ભાવિ ભક્તોને મગ ચણાની પ્રસાદી આપવા માટે 10થી વધારે ભકતોની ટીમ રહેશે. યાત્રા દરમ્યાન મુખ્ય રથોની વ્યવસ્થા, પ્રસાદી વ્યવસ્થા, ટુ વ્હીલર, ફોર વ્હીલર વ્યવસ્થા, અખાડા દાવપેચ વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, સ્વાગત વ્યવસ્થા, થાળી, સરબત વ્યવસ્થા, પુજય સંતોની વ્યવસ્થા માટે વિવિધ સુસજ્જ ટીમ બનાવવમાં આવેલ છે. સાથે સમગ્ર યાત્રા સમય મુજબ શરુ કરી નિજમંદિર સમય મુજબ પુર્ણ થાય તે માટે સમગ્ર રૂટ વિસ્તાર મુખ્ય ચોકની ભાવિભક્તો માટે ટાઈમીંગ મુજબની પત્રીકાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
સમગ્ર યાત્રાની સુસજજ વ્યવસ્થા તથા શરુ થાય ત્યાંથી પૂર્ણતા સુધીની મોબાઈલ બ્રીગેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ભગવાન જગન્નાથ રથયાત્રા તમામ વ્યવસ્થા જગન્નાથ યાત્રા સમિતિનાં ચમનભાઇ સિંધવ, મંગેશભાઇ દેસાઈ, વિક્રમસિંહ પરમાર, કરણસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા (કોર્પોરેટર), હનીતસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, જીમ્મીભાઇ અડવાણી, નાથુસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, રાજુભાઇ ઉમરાણીયા, પંકજભાઇ તાવીયા, દિલીપભાઇ દવે -હિન્દુ યુવા વાહીની અધ્યક્ષ સૌરાષ્ટ્ર) તથા સમગ્ર નાના મવા ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલ.  સવારે 8 કલાકે રથયાત્રાનું નાનામવા કૈલાશધામ આશ્રમથી પ્રસ્થાન, રાત્રે 8 કલાકે સમાપન
 રથયાત્રાના રૂટ પર પોલીસનો ચાકચૌબંધ બંદોબસ્ત રથયાત્રામાં શહેરની તમામ ધાર્મિક સામાજીક સંસ્થા જોડાઇ
ભગવાન જગન્નાથજી રથયાત્રામાં રાજકોટના વિવિધ સંગઠનો જેવા કે હિન્દુ જાગરત મંચ, વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, શિવસેના, હિન્દુ વાહિની, સમસ્ત ક્ષત્રિય સમાજ નાનામોવા, હિનદુ યુથ ઓર્ગેનાઈઝેશ, બડા બંજર મિત્ર મંડળ, રાધેશ્યામ ગૌશાળા, આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ-નાના મોવા, ત્રિમુર્તિ બાલાજી મંદિર-150 ફુટ રીંગ રોડ, દાણાપીઠ વેચારી એસોસીએશન, બાન લેબ, આશીર્વાદ મંડળ સર્વિસ, જય જગન્નાથ લાઈટીંગ એન્ડ ડેકોરેશન, સાર્વજનીક મહોત્સવ સમિતિ, કિસાન ગૌશાળ, સ્વાતી, ગૌશાળા, ગુર્જર સુતાર વિશ્ર્વકર્મા મંદીર, બડા બજરંગ મિત્ર મંડળ, બાલક હનુમાન મિત્ર મંડળ, રંગીલા ધુન મંડળ, બોલબાલા ટ્રસ્ટ, પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ, વૃંદાવન ચેરીટેબલ ટ્રસ્ટ, યશ શરાફી મંડળી, રઘુવીર યુવા સેના, સાત હનુમાનજી મંદીર ખીરસરા, ઝાંઝર ગ્રુપ, રાષ્ટ્રીય કરણી સેના, ગુજરાત ક્ષત્રિય રાજપુત સેના, પંચનાથ મંદિર ટ્રસ્ટ, ફ્રિડમ ગ્રુપ, કરણી સેના, રાણીમાં રૂડીમા નકલંક ધામ, યુ.વી.કલબ રાજકોટ, ખોડલધામ ટ્રસ્ટ, સમસ્ત ભરવાડ સમાજ, ક્રિષ્ના યુવા ગ્રુપ- મવડી, કાઠીયાવાડ ગ્રુપ-કોઠારીયા રોડ, સુરક્ષા સેતુ સોસાયટી, સ્વામિનારાયણ મંદીર- ભુપેન્દ્ર રોડ, સ્વામી નારાયણ ગુરૂકુળ-મવડી, વૃંદાવન ગ્રુપ-શાસ્ત્રીનગર, એસોસીએશન, આશાપુર મદિર- પેલેસ રોડ, શ્રીજી ગૌશાળા, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન, માં ગૌરી ગૌશાળા વગેરે. આ વર્ષની 11મીના ભગવાન શ્રી જગન્નાથજી બહેનશ્રી સુભદ્રાજી મોટાભાઇ શ્રી બલરામજીના મામેરાના યજમાન તરીકે હરપાલસિંહ પ્રતાપસિંહ જાડેજા પરિવાર (પ્રદેશ પ્રભારી -હિન્દુ યુવા વાહિની ગુજરાત)નક્કી થયેલ છે. આવતીકાલ તારીખ 14/07/2018 શનિવારે બપોરે સ્વામિનારાયણ મંદિર ભુપેન્દ્રરોડ, રાજકોટ ખાતે ભગવાન શ્રી મોસાળ પધારશે તે સમયે મોસાળીયા હરપાલસિંહ પ્રતાપસિંહ જાડેજા પરિવાર દ્વારા ભગવાનશ્રી અને સાથે પધારેલા સંતો મંહતો રાજકીય તેમજ સામાજીક મહાનુભાવો વિવિધ સંસ્થાઓ સંગાથનોના હોદ્દેદારોનું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવશે. હાઇલાઇટ્સ. *500 કિલો મગ, 150 કિલો ચણાનો પ્રસાદ*300થી વધારે બાઇક સવાર, 50થી વધારે કારનો કાફલો*પર્યાવરણ બચાવો, વ્યસનમુકિત, હિન્દુ સંસ્કૃતિના ફલોટસ*વૃંદાવન, અયોધ્યા, હરિદ્વાર વગેરેથી 200થી વધુ સંતોની હાજરી*યાત્રાના રૂટ પર 50થી વધારે સ્થળો પર સરબત વિતરણ-* ઢોલ, નગારા અને આતશબાજી
સાથે 100 સ્થળોએ સ્વાગત