LPGસિલિન્ડરની સબસિડીમાં 60 ટકા ઉછાળો: કોને નડશે?

  • LPGસિલિન્ડરની સબસિડીમાં 60 ટકા ઉછાળો: કોને નડશે?

નવી દિલ્હી તા.13
આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવમાં વધારો છતાં સરકારે સ્થાનિક બજારમાં સબ્સિડાઇઝ્ડ એલપીજી સિલિન્ડરના જુના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી. જેના કારણે એલપીજી સબસિડીમાં છેલ્લા બે મહિના દરમિયાન 60 ટકા વધારો થયો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેને સંજીવ સિંહે કહ્યુ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવમાં વધારો બાદ પણ સરકારે ગ્રાહકોને રાહત આપતા સ્થાનિક બજારમાં સબ્સિડાઇઝ્ડ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો નથી.
તેમણે જણાવ્યું હતું કે બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવા માટે સબસિડી રકમ મે મહિનામાં 159.29 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી, જૂન વધીને 204.95 રૂપિયા અને જુલાઈ 257.74 રૂપિયા પહોંચી ગઇ.
જૂનથી આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. સબસિડી વગરના રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત મે મહિનામાં રૂ. 653.50 પ્રતિ સિલિન્ડર હતી. જૂનમાં વધીને 698.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયા. એટલે કે 48 રૂપિયાનો વધારો થયો છે. આ મહિનામાં સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત 55.50 રૂપિયા વધીને 754 રૂપિયા થઈ ગઇ.
નિયમો મુજબ એલપીજી પર જીએસટીનું કેલ્ક્યુલેશન ઇંધણ બજાર મૂલ્ય પર કરવામાં આવે છે. આથી સબસિડી સિલિન્ડર લેનારા ગ્રાહકો માટે દરમાં નજીવો વધારો થયો છે. મે મહિનામાં સબસિડીયુક્ત સિલિન્ડરનો ભાવ 491.21 રૂપિયા હતો. બીજી તરફ નીતિ આયોગે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયને સૂચવ્યું કે એલપીજી સાથે જોડાયેલી સબસિડી ઇંધણના સ્પષ્ટ સ્વરૂપોને સ્વિકારવામાં તકરાર ઉદભવી રહી છે. મંત્રાલયને લખ્યું હતું કે નીતિ આયોગે આ બાબતે કહ્યુ કે એલપીજી પર સબસિડી મેળવનારા પાત્ર લાભાર્થીઓને ડીબીટીના માધ્યમથી ગેસ સબસિડી આપવી જોઇએ.