ખાનગી શાળાઓને 10 ટકાથી વધારે ફી વધારાની છૂટ નહીં: ચાઈલ્ડ કમિશન

  • ખાનગી શાળાઓને 10 ટકાથી વધારે ફી  વધારાની છૂટ નહીં: ચાઈલ્ડ કમિશન

નવી દિલ્હી તા.13
ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા વારંગવાર અને મનસ્વી રીતે વાલીઓ પાસેથી વસુલાતી ફીથી અકળામણ અનુભવતા વાલીઓને હવે રાહત મળશે. એક સરકારી કમીશન વર્ષે 10 ટકાની ફી વધારાની મર્યાદાની ભલામણ કરવા જઇ રહ્યું છે. ગ્રાન્ટ ન લેતી શાળાઓને લાગુ પડશે. આ નિયમ અને જો ભંગ થશે તો પેનલ્ટી પણ વસુલાશે. તેમ આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે. નેશનલ કમીશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ આ પ્રકારની ભલામણ માનવ સંસાધન વિકાસ મંત્રાલયને કરવા જઇ રહ્યું છે. જો કે ફી ફીકસ (નક્કી) કરાવનો મામલો રાજયોને સ્પર્શતો છે પણ ગ્રાન્ટ નહિ લેતી શાળાઓ માટે ફી અંગેની કોઇ સ્ટાન્ડર્ડ પોલીસી ન હોવાથી કેન્દ્ર સરકાર દરમ્યાનગીરી કરી રહી છે. ભારતમાં 3,પ0,00 ખાનગી શાળાઓ છે. જયાં 7પ મીલીયન વિદ્યાર્થીઓ અભ્યાસ દિલ્હી-મુંબઇ જેવા શહેરોમાં ફી વૃદ્ધિ 10 થી 40 ટકાની વચ્ચે થતી હોય છે અને વાલીઓને વિરોધ કરવો પડતો હોય છે. ફરીયાદો બાદ પંચે માર્ગદર્શિકાઓ ઘડી છે.
દેશમાં ખાનગી શાળાઓની મનમાની રોકવા માટે પહેલીવાર ફી નક્કી કરવાના નિયમો બનાવાય છે. જેમાં કોઇ બાબતોને ધ્યાનમાં લઇને ફી નક્કી કરવી તે વિગતવાર દર્શાવાયું છે. આ નિયમોના પ્રસ્તાવને માનવ સંશાધન મંત્રાલયને મોકલી અપાશે. પ્રસ્તાવ બનાવનાર ચાઇલ્ડ રાઇટસ બોડીએ તેને ઓકટોબર સુધીમાં અમલી બનાવવાની ભલામણ કરી છે. સાથે જ તેમણે રાજય સરકારો પણ બાળકોના હીતમાં તેઓ અમલ કરશે તેવી આશા દર્શાવી છે. ફી નક્કી કરવા માટે નક્કી કર્યા છે મુદ્દાઓ ... દેશમાં બાળહીતના મુખ્ય એકમ નેશનલ કમીશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટર્સ આના નિયમન માટે એક રૂપરેખા બનાવી છે. કમીશનના સભ્ય કાનૂનગોએ કહ્યું કે આના લીધે એકરૂપતા આવશે અને ફી ના નામે બાળકોનું શોષણ બંધ થશે. તેમણે કહ્યું કે અમને આશા છે કે રાજય સરકારો બાળકોના હિત માટે તેને જલ્દીથી અમલમાં મુકશે. પ્રસ્તાવના દર્શાવ્યું છે કે ફી નક્કી કરવાની શું પ્રક્રિયા હશે અને તેા માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવાના રહેશે. જેમાં કેટલાક ફીકસ પોઇંટ અને કેટલાક વેરીએબલ પોઇંટ હશે. ત્રણ વર્ષે રીવ્યુ થશે દરેક જીલ્લાના ઇન્ડીકેટર જુદા જુદા રહેશે. જેનાથી દરેક જ્લ્લાની શાળાઓમાં ફી ત્યાના હીસાબે નક્કી થશે. ફીકસ ઈંડીકેટરમાં ત્યાના સર્કલ રેટ, પ્રતિ વ્યકિત ખર્ચ મોંઘવારી દર અને ઘસારા ખર્ચને ગણવામાં આવશે. જ્યારે વેરીએબલ ઈંડીકેટરમાં શાળામાં અપાતી સુવિધા, સ્ટાફ માટે સગવડો જેવા ફેરફાર શામેલ હશે.આ બધા ફેકટરો ધ્યાનમાં રાખીને શાળા પોતાની ફી નક્કી કરશે. પછી તે જીલ્લા કક્ષાની રેગ્યુલેટરી કમીટીને મોકલશે જે ફીની રકમ ફાઇનલ કરશે. આના માટે રાજ્ય કક્ષાએ એક સોફટવેર ડેવલોપ કરાશે જેથી ઈંડીકેટરના ખાના ભરતાં જ ડીજીટલ રીતે ફી ની એક મર્યાદા જાણી શકાશે. ફી દર ત્રણ વર્ષે રીવ્યુ કરશે. જો કોઇ શાળાને એવુ લાગે છે કે વ્યાજબી કારણોથી તે વહેલા રીવ્યુ કરવા માંગે છે તો તે ઓથોરીટીમાં અપીલ કરી શકશે. 6 સ્તર ની ફી થશે કોઇ પણ ખાનગી શાળામાં ફી 6 સ્તરની થશે. પહેલા તરે નર્સરી અને કેજી, બીજા સ્તરે પહેલુ અને બીજુ ધોરણ , બીજા સ્તરે ત્રીજુ, ચોથુ અને પાંચમુ ધોરણ ચોથા સ્તરે છઠ્ઠુ, સાતમુ અને આઠમુ ધોરણ, પાંચમાં સ્તરે નવમુ ધોરણ અને દસમુ ધોરણ અને છઠ્ઠા સ્તરે અગીયાર અને બારમુ ધોરણ રહેશે. આ નિયમન રૂપરેખાને કાયદાના હિસાબથી બનાવેલ છે. રાજ્ય સરકારો આને કાયદા તરીકે પસાર કરીને અથવા નોટીફીકેશન બહાર પાડીને અમલી બનાવી શકે છે. આમા પેરેન્ટ અને ટીચર્સ એસોસીએશન નો પણ પાવર અપાય છે. ફાઇનથી શરૂ કરીને નો-એડમીશન કેટવગરી સુધી સજા પ્રસ્તાવ પ્રમાણે નિયમ અમલી બન્યા પછી જો કોઇ શાળા ભુલ કરે તો પહેલી ભુલ માટે તેના કુલ આવકનો એક ટકો ફાઇન થશે. બીજી ભુલ પર ફુલ આવકના 3 ટકા અને ત્રીજી ભુલ પર પ ટકા ફાઇન થશે. ચોથી ભુલ થશે તો તે શાળાને નો એડમિશન કેટેગરીમાં મુકાશે અને ત્યાં એડમીનીસ્ટ્રેટરને મુકવામાં આવશે. નો એડમિશન કેટેગરીમાં શાળા કોઇ પણ નવું એડમીશન નહીં આપી શકે. જયાં સુધી બધા બાળકો પાસ નહીં થઇ જાય ત્યાં સુધી શાળા ચાલશે પછી તેનું રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવશે.