ગોંડલના પાટિયાળી પાસેનો મોતીસર ડેમ થયો ઓવરફલો

રાજકોટ તા.13
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીયાળી ગામ પાસેનો મોતીસર ડેમ હાલ 143 મીટરની નિર્ધારીત સપાટીએ ભરાઈ ગયો છે. તથા 1000 ક્યુસેકના પાણીની આવક ચાલુ હોવાથી ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવી શકે છે. આથી આ ડેમના હેઠળવાસના વિસ્તારમાં હડમતાળા, કોલીથડ, પાટીયાળી વગેરે ગામોના ગામલોકોએ ડેમના 5ટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા ફોકલ ઓફીસર અને અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ(ફ્લડ સેલ), રાજકોટ ની તાત્કાલીક યાદીમાં જણાવાયું છે.