દુષ્કર્મની અરજીને પગલે ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ભાનુશાળીનું રાજીનામું

  • દુષ્કર્મની અરજીને પગલે ભાજપના  પ્રદેશ ઉપપ્રમુખ ભાનુશાળીનું રાજીનામું


રાજકોટ તા. 13
અબડાસા (કચ્છ)ના ભૂતપૂર્વ
ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જેન્તીભાઈ ભાનુશાળી વિરૂદ્ધ દુષ્કર્મ કેસની અરજી થતા તેમણે પક્ષમાં હોદા પક્ષથી રાજીનામું આપી દીધુ છે આ ઘટનાક્રમથી ભાજપમાં સોપો પડી ગયો છે. પ્રદેશ ભાજપ ઉપપ્રમુખની જવાબદારી સંભાળતા જયંતિભાઈ ભાનુશાળીએ ઓ હોદા પરથી સ્વૈચ્છીક રાજીનામું આપતાં પત્ર પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને મોકલ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે નમારી વિરૂદ્ધ સુરતમાં કોઈએ અરજી આપી છે તે અનુસંધાનમાં મારા પર કોઈ કાવતરાનું ષડયંત્ર રચાયુ હોવાનું મને દેખાય છે. અરજી આવતાં મારા દિલને થયું કે મારા પર આવેલ અરજીમાં મને તથા મારા કુટુંબના લોકો પર ખોટા આક્ષેપ થયા છે. આ અરજીની સંપૂર્ણ તટસ્થ તપાસ થાય તેવી હું સામેથી માંગણી કરીને જયાં સુધી નિર્દોષતા સાબિત ન થાય ત્યાં સુધી હું કોઈ પદ પર રહી ન શકું એવી મારી અંગત લાગણી છે.
ભાનુશાળીએ આ કેસમાં સંપૂર્ણ અને તટસ્થ તપાસ થાય તેવી લાગણી દાખવી ઉમેર્યુ છે કે અમુક તત્વો દ્વારા આ હીન પ્રયાસ થયા છે. પોતે હોદા પરથી રાજીનામું આપીને પક્ષના અદના સૈનિક તરીકે પક્ષ
માટે કામ કરતા રહેશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.