શાપર-વેરાવળ-દેવકીગાલોલ ગામે 8 ઈંચ વરસાદથી

  • શાપર-વેરાવળ-દેવકીગાલોલ ગામે 8 ઈંચ વરસાદથી
  • શાપર-વેરાવળ-દેવકીગાલોલ ગામે 8 ઈંચ વરસાદથી
  • શાપર-વેરાવળ-દેવકીગાલોલ ગામે 8 ઈંચ વરસાદથી

રાજકોટ તા. 13
રાજકોટ જિલ્લામાં ગઈકાલે ચાલુ ચોમાસામાં પહેલીવાર મેઘરાજાએ મેઘ વરસાવા સાથે ગોંડલ-જેતપુર પંથકમાં કહેર પણ વરસાવતા અનેક લોકોનું સ્થળાંતર કરાયુ હતુ તો વરસાદના વિરામના કલાકો બાદ પણ હજી આ વિસ્તારમાં અનેક સ્થળોએ ગોઠણ ડુબ પાણી ભરાયા છે જેને કારણે હજ્જારો શ્રમિક
પરિવારો મશ્કરીમાં મુકાઈ ગયા છે.
રાજકોટ શહેર પર પખવાડીયા પહેલા 1 દિવસ પુરતા મેઘરાજા મહેરબાન થયા હતા અને ત્રણ ઈંચ વરસાદ થયો હતો. આ સિવાય જિલ્લામાં ગોંડલને બાદ કરતા અન્ય કોઈ પણ સ્થળે નોંધપાત્ર વરસાદ વરસ્યો નહતો. આવા સમયે છેલ્લા એક વિકથી ભારે મેઘાવી માહોલ બનતો હતો પરંતુ કુદરત રાજકોટ શહેર જિલ્લાને ‘ઠેંગો’ જ બતાડતી હોય લોકો નિરાશામાં ધકેલાઈ ગયા હતાં. એવામાં ગઈકાલે સવારથી જ અષાઢીઘન સર્જાયા બાદ અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો પરેશાન હતા એવા સમયે બપોર પછી એકાએક રાજકોટ જિલ્લા ભરમાં ઢીંગી મેઘસવારી આવી પહોંચી હતી. મોટા ભાગના તાલુકામાં અડધાથી પાંચ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. તો જેતપુર તાલુકાનું દેવકીગાલોલ અને રાજકોટ નજીકના શાપર વેરાવળ જોડીયા ગામમાં અનરાધાર વરસાદ તુટી પડતા 6 થી 8 કલાક 8 ઈંચ સુધી વરસાદ વરસી જતા આ વિસ્તાર જળબંબાકારમાં ફેરવાઈ ગયો હતો. એકાએક ખાબકેલા જોરદાર વરસાદને કારણે આ વિસ્તારના તમામ નદી નાળા વોંકળા છલકાયા હતાં. ભારે વરસાદને કારણે ચેક ડેપો છલકાયા હતા તો નાના-મોટા અનેક જળાશયોમાં નોંધપાત્ર નીરની આવક થઈ હતી. આવા સમયે ઉપરવાસમાં પાણીની ભારે આવકને કારણે શાપર-વેરાવળ અને ગોંડલ પંથકમાં લગભગ બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતાં જેને કારણે અનેક લોકો ફસાઈ ગયાના અહેવાલો મળ્યા હતાં. શાપર-વેરાવળ વિસ્તારમાં ખાસ કરીને અનેક શ્રમિકોની વસાહતો પાણીમાં ગરકાવ થઈ જતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં. જેથી લગભગ 200 થી વધુ લોકોનું આસપાસમા શાળા સહિતના સ્થળોએ સ્થળાંતર કરાયુ હતું. તો અનેક લોકો ફસાયાની જાણ થતા જ લોધીકા મામલતદાર ગોંડલ તાલુકા સહિતનો વહીવટી સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ બચાવ રાહતમાં લાગી ગયો હતો. અને સ્થળાંતર કરાયા લોકોને જમવા સહિતની વ્યવસ્થા કરી આપી હતી. દરમિયાન ગઈકાલે લોધીકા પંથકમાં પાંચ ઈચ કરતા વધુ થયેલા વરસાદને પગલે આવેલા નદીના પુરમાં પુલ પરથી પસાર થતા બે તરૂણો તણાયા જે પૈકી એકનુ મોત થયુ હતું. જયારે એકની બચાવી લેવાયા હતાં. વરસાદ રહી ગયાના 12 કલાક બાદ પણ શાપર-વેરાવળમાં પુરની સ્થિતિ યથાવત રહી છે અને હજ્જારો શ્રમિકોના મકાનો પાણીમાં ગરમ થઈ ગયેલી હાલતમાં જોવા મળે છે તો અનેક વિસ્તારોમાં અઢીથી ત્રણ ફુટ પાણી ભરેલા હોય શ્રમિક પરિવારોને પારાવાર પરેશાની ભોગવવી પડી રહી છે. ખાસ કરીને આવા શ્રમિક પરિવારોને ખાવુ પીવુ કેમ તે સવાલ ઉઠયો છે કારણ કે ઘરોમાં પણ ગોઠણડુબ પાણી હોય ખાવા પીવાની વ્યવસ્થા કે રસોઈ કેમ કરવી તે સવાલ ઉઠયો છે.