13 વર્ષનો કિશોર દીકરીનો પિતા બન્યો!

  • 13 વર્ષનો કિશોર દીકરીનો પિતા બન્યો!

લંડન તા.13
2009માં બ્રિટેનમાં 12 વર્ષના એલ્ફી નામનો બાળક સૌથી ઓછી ઉંમરનો પિતા બન્યો હતો. તેની 15 વર્ષની ગર્લફ્રેન્ડ સેન્ટલે એક દીકરીને જન્મ આપ્યો હતો. આ સમયે બ્રિટેનના પીએમને પણ આ મામલે બ્યાન આપવું પડ્યું હતું અને અન્ય માતા-પિતાને એલર્ટ કર્યા હતાં. ઈસ્ટ એસેક્સના ઈસ્ટબોર્નમાં રહેનાર એલ્ફી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે જ તેની મુલાકાત 14 વર્ષની સેન્ટલ સાથે થઇ હતી. બંને એકબીજાની નજીક આવ્યાં, જેના પરિણામ સ્વરૂપે સેન્ટલે ‘મૈસી’ નામની દીકરીને જન્મ આપ્યો હતો. તે સમયે બ્રિટેનના પ્રખ્યાત ન્યૂઝપેપર ‘ગાર્જિયન’થી લઇને પધ સનથ દ્વારા તેને બ્રિટેનનો સોથી નાની ઉંમરનો પિતા ઘોષિત કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આ કિસ્સાની હકીકત કંઇક અલગ જ હતી. દુનિયા જેને સૌથી નાની ઉંમરનો પિતા સમજી રહી હતી, તે સેન્ટલની દીકરીનો પિતા હતો જ નહીં. થોડાં વર્ષો બાદ ડીએનએ ટેસ્ટમાં એક નવી હકીકત સામે આવી ત્યાં સુધી અનેક જીવન બરબાદ થઇ ચૂક્યા હતાં.
2009 માં એલ્ફી અને સેન્ટલની ત્રણ કિલોની સ્વસ્થ દીકરીનો જન્મ થયો હતો. ત્યારે એલ્ફીએ કહ્યું હતું કે તેની દીકરી તેના કરતાં પણ વધારે મોટી દેખાય છે. તેની ઉંમર ઓછી છે, પરંતુ તે હવે પોતાની દીકરી સાથે આખું જીવન વિતાવવા માટે તૈયાર છે. ત્યાં જ, સેન્ટલ પોતાના બાલખ અને એલ્ફીની સાથે લગભગ 2 વર્ષ રહી હતી. એલ્ફી આ વાતથી અજાણ હતો કે તે મૈસીનો પિતા હતો નહીં.
આ બે વર્ષોમાં બે યુવકોએ બાળકના પિતા હોવાનો દાવો કર્યો હતો. ત્યારે એલ્ફીની માતા નિકોલાએ તેનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટમાં જાણવા મળ્યું કે જેને તેઓ બે વર્ષથી પોતાનું બાળક સમજી રહ્યા હતાં, તે તેનો બાયોલોજિકલ પિતા હતો નહીં. ત્યાર બાદ સેન્ટલ દીકરી મૈસી લઇને પોતાના માતા-પિતાના ઘરે જતી રહી હતી. ત્યાં, એલ્ફી પણ ભારે મનથી પોતાના ઘરે પાછો આવ્યો હતો.
એલ્ફીની રિપોર્ટ નેગેટિવ આવ્યાં બાદ ટેલર બેકર નામનો યુવક સામે આવ્યો. જે બાળકના જન્મ સમયે 13 વર્ષનો હતો. તેણે જણાવ્યું કે સેન્ટલની સાથે પહેલીવાર વર્જિનિટી ગુમાવી હતી અને તે જ તેના જીવનની સૌથી મોટી ભુલ હતી.
ટેલરે જણાવ્યું કે સેન્ટલના અનેક યુવકો સાથે અફેર હતાં. તે ક્યારેય રિલેશન બનાવતી વખતે કોઇપણ યુવકને પ્રોટેક્શનનો ઉપયોગ કરતાં દેતી ન હતી.
એક અન્ય યુવક રિચર્ડ ગુડસેલે દાવો કર્યો કે તે મૈસીનો પિતા છે. તેની ઉંમર તે સમયે 16 વર્ષ હતી. પરિવાર અને મિત્રોનું પણ માનવું હતું કે બાળકની આંખ બિલકુલ રિચર્ડ સાથે મળે છે.
ચાર વર્ષ પહેલાં એલ્ફી 18 વર્ષનો થયો હતો. ત્યારે તેણે પહેલીવાર ધ સનને આપેલાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે સેન્ટલની સાથે રિલેશન બનાવવા તેની સૌથી મોટી ભુલ હતી. તેણે સ્કૂલ છોડવી પડી હતી. તે કોઇપણ જગ્યાએ કામ કરી શકતો ન હતો. તેની કહાણીથી ટીનેજર્સે શીખ લેવી જોઇએ.
---------------------