રાજકોટમાંNDRFની ટીમ તૈનાત:તંત્ર સ્ટેન્ડ ટુ

  • રાજકોટમાંNDRFની ટીમ તૈનાત:તંત્ર સ્ટેન્ડ ટુ

રાજકોટ,તા.13
રાજકોટ શહેર-જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહીના પગલે રાજય સરકારે એનડીઆરએફની એક ટીમ ફાળવી છે. સરકારી તંત્રને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.
સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ ગોંડલ -શાપર પંથકમાં ગઇકાલે બેથી આઠ ઇંચ વરસાદ પડ્યો હતો અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી જતા 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું દરમિયાન આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા રાજકોટને એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે. 35 સભ્યોની એનડીઆરએફની ટીમ બોટ સહિતના તમામ સાધન સાથે અમદાવાદથી રાજકોટ આવવા રવાના થઇ ગઇ છે. બપોર પછી આ ટીમ રાજકોટ આવી પહોંચશે.
છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને હજુ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હોવાથી રાહત બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. રાજકોટ નજીકના શાપર-વેરાવળ- ગોંડલ અને લોધીકા પંથકમાં ગઇકાલે મુશળધાર વરસાદ પડ્યો હતો ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવાના કારણે પાણી ભરાઇ જવાના કારણે 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.