રાજકોટ જિલ્લાનાં 13 જળાશયમાં નવાં નીર

  • રાજકોટ જિલ્લાનાં 13 જળાશયમાં નવાં નીર

રાજકોટ,તા.13
સૌરાષ્ટ્રમાં ગઇકાલથી શરૂ થયેલા વરસાદના કારણે રાજકોટ જિલ્લાનાં ભાદર, ફોફાળ, ન્યારી-1 સહિત 13 જળાશયોમાં નવા નીરની આવક થયેલ છે જ્યારે જામનયર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાનાં એક એક ડેમમાં નવા પાણીની આવક નોંધાઇ છે
રાજકોટ જિલ્લ્લાનાં સૌથી મોટા સેવા ભાદર ડેમમાં 2.46 ફુટ, ન્યારી-1 ડેમમાં 9 ફુટ, સુરવો ડેમમાં 32.81 ફુટ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાનાં સાંકરોલી ડેમમાં 19.26 ફુટ નવા પાણી આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં સાંકરોલી ડેમ ઉપર 7॥ ઇંચ, સુરવો ડેમ ઉપર 6॥ ઇંચ, ભાદર-ફોફળ-વાછપરી-મોતીસર-છાપરવાડી-2 ફોફળ-2 ઉપર બેથી અઢી ઇંચ વરસાદ નોંધાયેલ છે જ્યારે કરમાળ ડેમ ઉપર 3॥ ઇંચ વરસાદ પડ્યો હતો. ડેમનું હાલની 24 કલાકમાં 24 કલાકમાં
નામ ઉંડાઇ વધારો પડેલો વરસાદ ખખ
ભાદર 14.10 2.46 64
ફોફળ 2.00 1.02 65
આજી-2 23 2.62 10
સોડવદર 0.00 0.16 35
સુરવો 19.20 32.81 160
વાછપરી 0.00 1.97 60
ન્યારી-1 13.10 9.02 46
મોતીસર 14.80 26.25 65
છાપરવાડી-1 9.70 21.65 40
છાપરવાડી-2 0.00 0.98 70
ઇશ્ર્વરીયા 5.90 11.48 100
કરમાળ 0.00 0.66 90
ભાદર-2 11.70 7.55 35
ડેમી-2 3.30 3.28 0
ફોફળ-2(જામનગર) 0.00 10.17 65
ફુલઝર(મોરબી) 3.40 0.16 0
સાકરોલી(સુ.) 19.30 19.26 184