શૈક્ષણિક સંકુલો પાસે તમાકુ, સિગારેટના વેચાણ પર દરોડા

  • શૈક્ષણિક સંકુલો પાસે તમાકુ, સિગારેટના વેચાણ પર દરોડા

રાજકોટ, તા. 13
શૈક્ષણિક સંસ્થાની આસપાસ 100 મીટર વિસ્તારમાં તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ હોવા છતા અનેક સ્થળે પાન ગુટકા સિગારેટના ગલ્લા કેબિન દુકાનમાં ટોબેકો પ્રોડકટનું વેચાણ થતુ હોવાથી આજે રાજકોટ મહાપાલીકાએ તપાસ આદરી હતી. જુદા જુદા આવી 16 દુકાને ચેકીંગ કરાયુ હતું. આ ઉપરાંત ઠંડા પીણાની દુકાન, ડેરી અને પ્રોવીઝન સ્ટોરમાં પણ તપાસ કરીને કેટલાંકને નોટિસ અપાઈ છે.
સવિનય સાથ જણાવવાનું કે આરોગ્ય અધિકારી સાહેબ ડો.પી.પી. રાઠોડ, કેઝીગ્રેટેડ ઓફિસર એ.એન.પંચાલની સુચના મુજબ તથા એફએસઓ કે.જે.સરવૈયા એચ.જી.મોલીયા આર.આર.પરમાર દ્વારા રાજકોટ મહાનગરપાલીકા વિસ્તારમાં શૈક્ષણીક સંસ્થાની 100 મીટર નજીક વેચાણ તથા તમાકું ઉત્પાદનની ચકાસણી કરવામાં આવેલ જેની વિગત નીચે મુજબની છે. રાજકોટ મહાનગરપાલીકા વિસ્તારમાં શૈક્ષણીક સંસ્થાની 100 મીટર નજીક વેચાણ થતા તમાકું ઉત્પાદનની ચકાસણી કરવામાં આવેલ. જેમાં આશરે 16 આસામીઓને ત્યાં ચેકીંગ હાથ ધરેલ જેમાં 11 આસામીઓને ત્યાંથી રૂા.1200 દંડ વસુલ કરેલ તેમજ વાસી પફ 6 કિલો તમાકું 16 પેકેટ, બીડી-સીગરેટ 28 પેકેટ અખાદ્ય પદાર્થોનો નાશ કરાવેલ.
અંકુર વિદ્યાલય પાસે શ્રી પટેલ એન્ડ કોલ્ડીંગકસ અને શ્રદ્ધા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, અંકુર મેઈન રોડ પર ગોકુલ સોડા શોપ એન્ડ પાન, ક્રિષ્ના ડેરી ફાર્મ, હરસિદ્ધિ ડેરી ફાર્મ અને ઉમિયાજી સોડા શોપ, જલારામ સોસાયટી શેરી નં.2 માં ચામુંડા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, દર્શન સ્કુલ પાસે આસ્થા રેસીડન્સીમાં શિવમ પાન એન્ડ કોલ્ડીંક, લક્ષ્મણ જુલા સોસાયટી આસ્થા રેસીડન્સીમાં શુભમ ડેરી ફાર્મ, મવડી ગામે પાસે હરિદર્શન વિદ્યા સંકુલ સામે ગુરૂકૃપા ડીલકસ પાન તેમજ વિશ્ર્વેશ્ર્વર સોસાયટી ખાતે માધવ ડીલકસ પાનને નોટીસ ફટકારવામાં આવી છે.