સ્માર્ટ સિટી વેબસાઈટનું રવિવારે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે લોન્ચિંગ

  • સ્માર્ટ સિટી વેબસાઈટનું રવિવારે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે લોન્ચિંગ

રાજકોટ તા,13
રવિવારે પેડક રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મુખ્યમંત્રીના હસ્તે સ્માર્ટ સિટી વેબસાઈટનું લોન્ચિંગ થનાર છે. સાથે સ્માર્ટસીટી રાજકોટનો એરિયાબેઈઝ નકશો, આજીડેમ વોટર વર્કસ પમ્પીંગ સ્ટેશન સોલાર પ્લાન્ટ, ઈલેટસ કંપની ઈ-ગવરનન્સ મેગેઝીનનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. ઓડિટોરિયમમાં સ્માર્ટ સિટી કાર્યક્રમમાં આખા દેશમાં સ્માર્ટસિટીમાં પસંદગી પામનાર 100 શહેરોના પ્રતિનિધિઓ હાજરી આપશે.
તેના સંદર્ભમાં સ્માર્ટ સીટીની રાષ્ટ્રીય કક્ષાની સમીટ રાજકોટના યજમાનપદ હેઠળ થશે. તારીખ પંદર જુલાઈ એટલે કે બે દિવસ પછી પેડક રોડ પરના શ્રી અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમમાં સવારે આઠ વાગે, આપણા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની હાજરીમાં સ્માર્ટ સીટી સમીટનો પ્રારંભ થશે. જેમાં સ્માર્ટ સીટી મિશન નીચે આખા રાષ્ટ્રમાંથી 100 પસંદગી પામેલા શહેરના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે અને સ્માર્ટ સીટી મિશન ઉપર પોતાના વિચારો રજુ કરશે. વધુમાં, કેન્દ્ર સરકારના આઈ.એ.એસ અધિકારીઓ, રાજ્ય સરકારના આઈ.એ.એસ. અધિકારીઓ, ઘણાં બધા શહેરોના મેયરશ્રીઓ, ઘણાં અધિકારીઓ અને વિષય નિષ્ણાતો હાજર રહેશે. રાજકોટની વાત કરીએ તો સરકારે કુલ મળીને 2623 કરોડનું ફંડ ફક્ત રાજકોટ માટે મંજુર કર્યું છે. આપણે એક આઈ-વે ફેઇઝની 47 કરોડની કામગીરી પૂર્ણ થઇ અને બીજા એટલે કે આઈ-વે ફેઇઝ-2ની 22 કરોડના ખર્ચની કામગીરી ચાલુ છે.
અટલ સરોવર યોજના ચાલુ છે, અન્ય પ્રોજેક્ટ હેઠળ 88 કરોડના ટેન્ડરની કામગીરી ચાલુ છે. તેના સિવાય પણ માસ્ટર પ્લાન ડેવલપમેન્ટ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને 24 બાય 7 વોટર સપ્લાય જેવા મહત્વના કામો પણ ચાલુ છે. સ્પોર્ટ્સ માટેનો આખો જુદો વિસ્તાર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ જેવી ઘણી સવલતો રાજકોટને મળશે. આની વધુમાં માહિતી તમારા સુધી પહોચી ગઈ હશે અને વધુમાં પંદર તારીખે જાણવા મળશે.