5 હજારના 25 હજાર ચૂકવ્યા છતાં વ્યાજખોરે યુવાનને માર મારી દીવાલમાં માથું ભટકાવ્યું

  • 5 હજારના 25 હજાર ચૂકવ્યા છતાં વ્યાજખોરે  યુવાનને માર મારી દીવાલમાં માથું ભટકાવ્યું

રાજકોટ તા. 13
રાજકોટમાં વ્યાજખોરો વિરૂદ્ધ પોલીસે ઝુંબેશ ચલાવી હતી આમ છતા શહેરમાં વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેમ વધુ એક બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા લાતીપ્લોટ શેરી નં. 10માં રહેતો રિક્ષા ચાલક અનિલ ધીરૂભાઈ રાજાણી ઉ.વ.21 નામનો કોળી યુવાન ગત રાત્રે તેના ઘરે હતો ત્યારે સંજય ચાવડાએ આવી મારમારી દિવાલ સાથે માથુ ભટકાડતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો છે.
પ્રાથમીક તપાસમાં અનિલે તેના મિત્ર હરેશને પૈસાની જરૂર હોવાથી એક વર્ષ પહેલા સંજય કોળી પાસેથી રૂા.5 હજાર અપાવ્યા હતા બાદમાં હરેશે પૈસા ન ચુકવતા અનિલે 5 હજારના 25 હજાર ચુકવ્યા છતા સંજય મુદલ રકમની ઉઘરાણી કરી ગઈ કાલે ઘરે આવી માર માર્યાનું જણાવ્યુ હતું. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક એન્ટ્રી નોંધી બી. ડીવી. પોલીસને જાણ કરતાં વધુ તપાસ હાથ ધરી છે.