જગન્નાથજીની રથયાત્રામાં બે DCP, ત્રણ ACPસહિત 887 જવાનોનો જડબેસલાક બંદોબસ્ત

રાજકોટ : ભગવાન જગ્ગનાથજીની રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ કમિશ્નરની રાહબરી હેઠળ બે ડીસીપી , ત્રણ એસીપી સહિતના અધિકારીઓની આગેવાનીમાં 887 જવાનોનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ રવિવારના મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળોએ પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું . રાજકોટના નાના મૌવા કૈલાશધામ આશ્રમથી યોજાનાર અષાઢી બીજની ભગવાન જગ્ગનાથજીની રથયાત્રા અન્વયે પોલીસ કમિશ્નરની રાહબરી હેઠળ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ રથયાત્રા કૈલાશધામ આશ્રમથી નીકળી કાલાવડ રોડ, રૈયા ચોકડી, કિશાનપરા ચોક, લીમડા ચોક, ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ, સોરઠિયાવાડી સર્કલ, આનંદ બાંગ્લા ચોક થઈને પરત કૈલાશધામ આશ્રમ પહોંચશે રથયાત્રા દરમિયાન બે ડીસીપી અને ત્રણ એસીપીની રાહબરી હેઠળ 14 પીઆઇ, 61 પીએસઆઇ, 469 કોન્સ્ટેબલ, 58 મહિલા કોન્સ્ટેબલ, 18 એસઆરપી, 167 હોમગાર્ડ અને 95 ટ્રાફિક બ્રિગેડના જવાનો સહીત કુલ 887 જવાનો ખડેપગે રહેશે રથયાત્રા બંદોબસ્ત ઉપરાંત બીજા દિવસે એટલે કે રવિવારે મુખ્યમંત્રી રૂપાણી આવી રહ્યા હોય તેઓના કાર્યક્રમના વિવિધ સ્થળે બંદોબસ્ત ગોઠવી રિહર્સલ કરવામાં આવ્યું હતું