રિબડાથી અરડોઈ વચ્ચેના પુલમાં પાણી ભરાતાં વાહનચાલકો ફસાયા

  • રિબડાથી અરડોઈ વચ્ચેના પુલમાં પાણી ભરાતાં વાહનચાલકો ફસાયા

રાજકોટ તા,13
શાપર-વેરાવળ નજીક આવેલા રિબડાથી અરડોઈ જવાના માર્ગમાં વચ્ચે પૂલ આવે છે. જે પુલ ચોમાસાના એક મહિના પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગ કરવાના ઈરાદાથી તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ એક મહિનો વિતવા છતાં હજુ સુધી તે પુલની કામગીરી નહી કરતા હાલ ભારે વરસાદના કારણે તે પુલ ઉપર ઘોડાપુર આવતા વાહન ચાલકોને ત્યાથી ચાલવામાં મુશ્કેલી પડી રહી છે અને દોઢથી બે કલાક સુધી ત્યાં પાણી ઓછુ થવાની રાહ જોવી પડી હતી. આ સમસ્યા ચોમાસામાં આવનારા દિવસોમાં વારંવાર થશે તેવું લોકોમાં ચર્ચાઈ
રહ્યું છે.