રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્ર-પ્રવાસ રદ

  • રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્ર-પ્રવાસ રદ

અમદાવાદ તા.13
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 16 અને 17મી જુલાઈએ સૌરાષ્ટ્રની મુલાકાતે આવવાના હતાં પરંતુ હવે તેવા અહેવાલ મળી રહ્યાં છે કે તેઓની આ મુલાકાતને મુલતવી રાખવામાં આવી છે. હવે તેઓની આગામી મુલાકાત ક્યારે થશે તે અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યાો નથી. અમરેલીમાં ભારે વરસાદના પગલે તેમનો આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે.
છેલ્લા બે દિવસથી અમરેલીમાં મેઘ મહેર છે.અને આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.ત્યારે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મુલત્વી રાખવામાં આવ્યો છે.16 અને 17 જુલાઈએ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગરની મુલાકાત કરવાના હતા.જોકે ભારે વરસાદ અને વરસાદની આગાહી વચ્ચે તેઓનો પ્રવાસ મુલત્વી રાખ્યો છે. રાહુલ ગાંધી બે દિવસની મુલાકાત દરમ્યાન ભાવનગર જિલ્લાની મુલાકાત લેવાના હતાં. રાહુલ ગાંધીની સૌરાષ્ટ્ર મુલાકાત પહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત
ચાવડા ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસના આગેવાનો સાથે રાહુલ ગાંધીની સૌરાષ્ટ્ર મુલાકાત અંગે સમીક્ષા કરી હતી.
પોતાની જમીન મુદ્દે લડાઈ ચલાવતા ઘોઘાના બાડી પડવા ગામના ખેડૂતો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરવાના હતાં. બાડી પડવા ગામ અને તેની આજુબાજુના વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવે તેવી શક્યતાઓ હતી.