દિલીપકુમાર માટે દુઆ કરો: સાયરા

  • દિલીપકુમાર માટે  દુઆ કરો: સાયરા

મુંબઇ: સાયરા બાનોએ ગુરુવારે પોતાના પતિ દલિપ કુમારના ટ્વિટર હેન્ડલ પરથી કેટલાંક ટ્વિટ કર્યા છે અને લોકોને દિલિપ કુમાર માટે પ્રાર્થના કરવા વિનંતી કરી છે. ટ્વિટ્સમાં સાયરા બાનોએ જણાવ્યું કે દિલિપ કુમાર ઘરે આરામ કરી રહ્યાં છે અને તેઓ સ્વસ્થ છે. તાજેતરમાં જ દિલિપ કુમારના ખરાબ સ્વાસ્થ્યના સમાચાર આવ્યાં હતાં તેથી સાયરા બાનોએ આ
(અનુસંધાન પાના નં.10)
ટ્વિટ્સ કર્યા છે. ઉલ્લેખનીય છે કે પીઢ અભિનેતા દીલિપ કુમારની તબિયત ઘણા સમયથી સારી રહેતી નથી. પત્ની સાયરાબાનુ તેની સતત કાળજી લઇ રહી છે અને સદાય તેમની પડખે જ હોય છે.હવે દિલીપ કુમાર બહાર જઇ શકે તેવું તેમનું સ્વાસ્થય રહ્યું નથી, તેથી સાયરાબાનુને એકલા જ જવું પડે છે.
ત્યારે તેને એકલતાનો અહેસાસ થતો હોવાનું ટ્વિટ કર્યુ છે. હાલમારે એક નિકાહમાં જવું પડયું હતું. પરંતુ ત્યારે મારી સાથે મારો કોહિનુર નહોતો. મને ખૂબ જ એકલતા લાગી હતી. જોકે સાથેસાથે ઘણા લોકોને મળવાનો આનંદ પણ થયો હતો. મહેરબાની કરીને મારા કોહિનૂરના સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરશો. અમે છેલ્લા 52 વરસથી સાથે છીએ.
તેથી તેમના વગર હવે એકલા નીકળવું ગમતું નથી, તેમ સાયરાએ ટ્વિટ કરીને કહ્યું હતું. દિલીપુ કમારના ટ્વીટર હેનડ્લ થી ટ્વીટ કરીને જણાવામાં આવ્યું છે કે, હવેથી આગલી પોસ્ટ સાયરાબાનુ કરશે. સાહબ સ્વથ્ય છે, ઘરે જ છે તમારા લોકોનો પ્રેમ પામીને આભાર માને છે. તમે સારી રીતે જાણો છો કે હું અને સાહેબ અમારા કરોડો ચાહનાર લોકો સાથે સંવાદ સાધીને ખુશ થઇએ છીએ.