શરીફની ધરપકડ માટે સૈન્ય તૈયાર: આખું લાહોર ‘સીલ’

  • શરીફની ધરપકડ માટે સૈન્ય  તૈયાર: આખું લાહોર ‘સીલ’
  • શરીફની ધરપકડ માટે સૈન્ય  તૈયાર: આખું લાહોર ‘સીલ’

લાહોર તા.13
ભ્રષ્ટાચાર મામલામાં જેલની સજામાં ફસાયેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને પુત્રી મરિયમ નવાઝ શુક્રવારે પાકિસ્તાન પાછા ફરી રહ્યા છે. અહેવાલ મળી રહ્યા છે કે તે પોતાની પુત્રીની સાથે અબૂધાબી પહોંચી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના રાષ્ટ્રીય જવાબદેહી બ્યૂરોની એક ટીમ શરીફના પ્લેનમાં સાથે રહેશે અને એવામાં લાહોરમાં લેન્ડ કરાવ્યા પહેલા તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. લાહોર એરપોર્ટથી સીધા તેમને જેલ લઈ જવામાં આવી શકે છે. નવાઝ અને મરિયમની ધરપકડ માટે પાકિસ્તાનમાં વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે. લાહોરને એક બાજુ જોવા જઈએ તો
(અનુસંધાન પાના નં.10)
સીલ કરી દેવામાં આવ્યું છે. લાહોરમાં 10,000થી વધુ પોલીસ ઓફિસરોની તૈનાત કરવામાં આવ્યા છે. પ્રશાસને આદેશ આપ્યા છે કે શહેરમાં સાંજે 3 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી મોબાઈલ ફોન બંધ રહેશે. પાકિસ્તાની અખબાર ધ ડોનના રિપોર્ટ અનુસાર નવાઝની ધરપકડ માટે 3 હેલિકોપ્ટર અને પંજાબ ચીફ મિનિસ્ટરના પ્લેનને તૈયાર રાખવામાં આવ્યું છે. એરપોર્ટને નજર રાખવા માટે 2000થી વધુ રેન્જર્સને તૈનાત કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, એક હેલિકોપ્ટર લાહોર એરપોર્ટ પર, એક ઈસ્લામાબાદ એરપોર્ટ પર અને એક રાવલપિંડીમાં નૂર ખાન એરબેસમાં રાખવામાં આવ્યા છે. પંજાબ સીએમનું પ્લેન લાહોર એરપોર્ટ પર રાખવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર, લાહોર એરપોર્ટથી નવાઝ અને મરિયમને રાવલપિંડી લઈ જવામાં આવશે. જો હવામાન ખરાબ રહ્યું તો નવાઝની ફ્લાઈટ ઈસ્લામાબાદ પણ લવાઈ શકે છે. તેનાથી પહેલા પ્રશાસને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) કાર્યકર્તાઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી લગભગ 300 કાર્યકર્તાઓ ધરપકડ કરવામાં આવી છે.