ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવનારાનાં નામનો ઉલ્લેખ ફરજિયાત

  • ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવનારાનાં  નામનો ઉલ્લેખ ફરજિયાત

નવી દિલ્હી તા.13
ભારતીય રિઝર્વ બેંકે ડિમાન્ડ ડ્રાફ્ટના નિયમોમાં બદલાવ કર્યો છે. દેશના આમ નાગરિકો માટે આ બદલાવ વિશએ જાણવું અતિ જરૂરી છે. કેન્દ્રીય બેંકે હવે કોઈ પણ ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવા માટે બનાવનારના નામનો ઉલ્લેખ પણ અનિવાર્ય કરી દીધો છે. બેંકની શાખામાંથી ડિમાન્ડ ડ્રાફ્ટની ખરીદી કરનારાનું નામ ડીડીના ફ્રન્ટમાં લખેલું હશે. વર્તમાન નિયમો અનુસાર ડીડીમાં માત્ર એ
સંસ્થા કે વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવતો હતો જેને તેની ચુકવણી કરવાની હોય.
આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ડિમાન્ડ ડ્રાફ્ટને ખરીદ કરનારાના નામ જાહેર કરાતા નથી. તેને લીધે પેદા થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડીડી જમા કરાવનારાના નામ ન હોવાને કારણે તેનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે પણ કરવામાં આવી શકે છે. એને પગલે આરબીઆઈએ નિર્ણય લીધો છે કે ડીડી સિવાય પે ઓર્ડર અને બેંકર્સ ચેક પર પણ આ નિયમ લાગૂ થશે. આરબીઆઈની તરફથી આપવામાં આવેલો આદેશ 15 સપ્ટેમ્બર, 2018થી લાગૂ કરાશે.
ઉલ્લેખનિય છે કે એના પહેલાં પણ કેન્દ્રીય બેંકમાં મની લોન્ડ્રિંગ પર લગામ કસવાના ઈરાદેથી અનેક નિર્ણયો લેવામાં આવ્યા. પહેલાંથી જ આરબીઆઈએ 50,000 રૂપિયાથી વધારાનો ડિમાન્ડ ડ્રાફ્ટની રકમને ગ્રાહકના એકાઉન્ટ કે પછી ચેકની અગેંસ્ટમાં જારી કરવાનો આદેશ આપ્યો હતો. કેશ પેમેન્ટથી ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવા પર રોક લગાવી દેવામાં આવી છે. જો કે ફિલહાલ ડીડી બનાવનારાના નામનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.