26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વે ડોનાલ્ડ ટ્રમ્પ મુખ્ય અતિથિ?

  • 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વે ડોનાલ્ડ ટ્રમ્પ મુખ્ય અતિથિ?

નવી દિલ્હી: આગામી વર્ષે ગણતંત્ર દિવસ પરેડ માટે ભારતે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મુખ્ય અતિથી તરીકે આમંત્રણ આપ્યું છે. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પને આમંત્રણ મોકલવાની જાણકારી સૂત્રો દ્વારા મળી છે. જો અમેરિકાન રાષ્ટ્રપ્રમુખ ભારતના આમંત્રણનો સ્વીકાર કરી
લે છે, તો વિદેશનીતિના સ્તર પર પાછલા કેટલાક વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકાર માટે આ એક મોટી ઉપલબ્ધિ હશે. જોકે ભારતને હજુ સુધી આ આમંત્રણ પર અમેરિકાના જવાબની રાહ છે. ભારત સરકારે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખને આ આમંત્રણ આ વર્ષે એપ્રિલમાં મોકલ્યું હતું. એવા સંકેત છે કે ટ્રમ્પ પ્રશાસન ભારતના આ આમંત્રણ પર સકારાત્મક રીતે વિચાર કરી રહ્યું છે. ભારતે આ આમંત્રણ બંને દેશો વચ્ચે ઘણા રાઉન્ડની રાજનીતિક ચર્ચા થયા બાદ મોકલ્યું છે.
જો ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના આ આમંત્રણનો સ્વીકાર કરી લે છે, તો સ્પષ્ટ છે કે આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે જે વાયદા થશે, તે પહેલા ઓબામાની યાત્રાથી પણ વધારે નાયકીય હશે. જણાવી દઈએ કે વર્ષ 2015માં આયોજિત થયેલી ગણતંત્ર દિવસ પરેડમાં તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા મોદી સરકારને પહેલા મુખ્ય અતિથિ બન્યા હતા.
આ સમયે લગભગ દુનિયા દરેક મોટા દેશ માટે ટ્રમ્પ સાથે પોતાના સંબંધ ટકાવી રાખવા એક પકડાર સમાન છે. ટ્રમ્પનો ગરમ મિજાજ અને ચીડિયાપણા સાથે દુનિયાના બીજા નેતાઓ માટે તાલમેળ બેસાડવો પડકાર રહ્યો છે. એવામાં જો ભારત જો કઈક હટ કે વિચારી રહ્યું છે, તો આ અપવાદ હશે.