સૌરાષ્ટ્રમાં 30 કલાકમાં 4 થી 12 ઇંચ

  • સૌરાષ્ટ્રમાં 30 કલાકમાં 4 થી 12 ઇંચ
  • સૌરાષ્ટ્રમાં 30 કલાકમાં 4 થી 12 ઇંચ
  • સૌરાષ્ટ્રમાં 30 કલાકમાં 4 થી 12 ઇંચ

રાજકોટ તા.13
છેલ્લા આઠ દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં છવાયેલા અષાઢી માહોલ વચ્ચે અડધા સૌરાષ્ટ્રમાં આજે અપાર મેઘકૃપા વરસી હતી. છેલ્લા 30 કલાક દરમિયાન કયાંક શાંત સ્વરૂપે તો કયાં રૌદ્ર રૂપે થયેલી મેઘમહેરમાં 12 ઇંચ સુધી વરસાદ વરસી ગયાના વાવડ મળ્યા છે.
આજે વ્હેલી સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, સોમનાથ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ જિલ્લામાં સાર્વત્રીક અડધાથી આઠ ઈંચ સુધી વરસાદ ખાબકી ગયો હતો જેમાં કેટલાક ગ્રામ્ય પંથકમાં 4 થી 6 કલાકમાં અનરાધાર પડેલા વરસાદને કારણે કેટલાક વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં ફેરવાઈ ગયા હતા જેમાં ખાસ કરીને રાજકોટ
જિલ્લામાં ભારે વરસાદથી 250 લોકોનું સ્થળાંતર કરાયુ હતું તો લોધીકા નજીક પુલ પરથી પસાર થતી વખતે ત્રણ તરૂણો તણાયા હતાં જેમાંથી એકનું મોત થયુ હતું. જયારે બેને બચાવી લેવાયા હતાં.
છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં થયેલી મેઘમહેરમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં 24 કલાક દરમિયાન વધુ એક થી આઠ ઈંચ સુધી પહેલા વરસાદને કારણે ઉના નજીકનો દ્રોણેશ્ર્વર ડેમ અને ગીરનાર પર સારા વરસાદને કારણે જુનાગઢના વિલીંગ્ડન ડેમ ઓવરફલો થઈ ગયા હતાં. આ સિવાય ન્યારી, ભાદર સહિતના અનેક ડેમોમાં ઉપરવાસના સારા વરસાદને કારણે નોંધપાત્ર નવા નીરની આવક થઈ હતી. તો નદી નાળા બે કાંઠે વહેતા ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. જામનગર, દ્વારકા, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદર જેવા જિલ્લા હજી પણ સચરાચર વરસાદ થાય તેની રાહમાં છે.
રાજકોટ
રાજકોટ શહેર જિલ્લામાં બુધવારે રાતથી શરૂ થયેલી મેઘમહેરમાં ગઈકાલે જિલ્લાભરમાં મેઘરાજાએ હેત વરસાવ્યુ હતુ તો અમુક જગ્યાએ કહેર પણ વરસાવ્યો હતો. રાજકોટ જિલ્લામાં બપોર સુધીમાં લોધીકા 5॥ કોટડાસાંગાણી 3 ધોરાજી 3 જામકંડોરણા 2 ગોંડલ 3 જસદણ 3, જેતપુરમાં 2, અન્યત્ર ઝાપટાથી 1 ઈંચ સુધી વરસાદ પડયો હતો જો કે રાજકોટમાં ભારે મેઘાવી માહોલ માટે માત્ર ઝાપટા વરસતા શહેરીજનોને વધુ નિરાશા મળી હતી.
ઉપલેટા
ઉપલેટામાં છેલ્લા 24 દરમિયાન ગઈકાલે બપોરે 3 થી રાત્રે 2॥ સુધીમાં ધીમીધારે 2 ઈંચ વરસાદ થતા ખેડુતો ખુશખુશાલ બની ગયા છે.
જુનાગઢમાં યુવાન તણાયો
ભેસાણના તરૂણ મેલવારી અને મનીશ ઉર્ફે રાજુ ચુડાસમા રાત્રીના સમયે નદીના વહેણ પરથી પસાર થઈ રહ્યા હતા બાઈક સાથે બંન્ને યુવાનો તણાતા તરૂણ ગોવિંદભાઈનો બચાવ થયો હતો જયારે મનીષ નરોતમભાઈનું મૃત્યુ થયુ હતું.   * કોડીનાર 12, વડિયા 8.5, બગસરા 6.25, રાજુલા 12, ભેંસાણ 9.5, ઊનામાં 7, માળિયા હાટીના 7.5, લોધિકા 5.5, સાવરકુંડલા-તળાજા 5 ઈંચ સાથે તરબતર ક્ષ અન્યત્ર 0.5 થી 4.5 ઈંચ સુધી મેઘ મહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ ક્ષ દ્રોણેશ્ર્વર, વિલિંગ્ડન ડેમ ઓવરફલો, ન્યારી, ભાદર સહિત અનેક જળાશયોમાં નોંધપાત્ર નવાં નીરની આવક: જામનગર, દ્વારકા, બોટાદ, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લો હજી પણ સાર્વત્રિક વરસાદની રાહમાં ક્ષ જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં પૂરના વહેણમાં તણાઇ જવાના બે બનાવમાં એક તરૂણ અને યુવાનનું મોત, અન્યોને બચાવી લેવાયા રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં શરૂ થયેલો વરસાદ તો પાસેરામાં પહેલી પૂણી જેવો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 10 દિવસ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના સાગરકાંઠાના શહેરોમાં ભારેથી અતિભારે વરસાદની હેલી સર્જાશે. સાગરખેડૂઓને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, પોરબંદર સહિતના શહેરો તેમજ ગ્રામ્ય પંથકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. આગામી 48 થી 72 કલાક સુધી વરસાદી તાંડવ મચે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગઇકાલે બપોરબાદ વ્યાપક વરસાદ પડ્યા બાદ રાત્રી દરમ્યાન પણ કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડ્યો હતો અને આજે સવારે પણ રાજકોટ, ગોંડલ, આટકોટ સહિતના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ ચાલુ રહ્યો છે અને આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરિણામે રાજય સરકારે સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સુચના આપી છે અને એન.ડી.આર.એફ.ની ટીમો પણ તૈનાત કરી છે. હવામાન ખાતાનાં સુત્રોના કહેવા મુજબ અપરએર સાયક્લોનિકલ સર્ક્યુલેશન દક્ષિણો ગુજરાત અને મધ્યપ્રદેશ ઉપર જળવાઈ રહ્યું છે તેથી આગામી 72 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગામી છે. શહેર વરસાદ
કોડીનાર 12
વડીયા 8॥
બગસરા 7॥
રાજુલા 12
ભેસાણ 9ાા
ઉના 7
લોધીકા 5॥
સાવરકુંડલા 5
તળાજા 5
જુનાગઢ 4॥
જાફરાબાદ 4॥
ગીરગઢડા 4॥
વંથલી 4॥
ખાંભા 4
તાલાલા 4
માણાવદર 3॥
મેંદરડા 3॥
ધારી 3
જેસર 3
જસદણ 3
ધોરાજી 3
જેતપુર 3
અમરેલી 3
શહેર વરસાદ
ઉપલેટા 2॥
સુત્રાપાડા 2
વિસાવદર 2
લીલીયા 2
કો.સાંગાણી 2
જામકંડોરણા 2
કુતિયાણા 1॥
બાબરા 1॥
લીલીયા 1॥
બરવાડા 1॥
વેરાવળ 1॥
ગોંડલ 1
કેશોદ 1
પાલીતાણા 1
રાણાવાવ 1
મા.હાટીના 1
બોટાદ 0॥
ગઢડા 0॥
પોરબંદર 0॥
વઢવાણ 0॥
માંગરોળ 0॥
વલ્લભીપુર 0॥
ગારીયાધાર 0॥