રથયાત્રા પૂર્વે અમદાવાદમાં બોમ્બ

  • રથયાત્રા પૂર્વે અમદાવાદમાં બોમ્બ

  અમદાવાદ તા.13  કાલે અમદાવાદમાં 141મી રથયાત્રા નીકળવાની છે ત્યારે આખા શહેરમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. ત્યારે આજે સવારે શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી બોમ્બ અને હથિયારો મળી આવ્યાં છે સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરમાં રથયાત્રાના પગલે તપાસ ચાલી રહી છે જેમાં ગોમતીપુર વિસ્તારમાંથી બુટલેગરના મકાનના ધાબા પરથી બોમ્બ અને હથિયારોનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઇ હતી.
મળેલી બાતમીના આધારે એસીપી અને પીઆઇએ બુટલેગરના ઘરમાં દરોડા પાડ્યાં હતાં. આ દરોડામાં તેમને 4 સુતળી બોમ્બ, 10 પાઇપ બોમ્બ સાથે એક પિસ્તોલ અને કેરોસીનની બોટલ પણ મળી આવી હતી. હથિયારો ઝડપાયા બાદ બુટલેગર અને તેના પરિવારની કડક પૂછપરછ થઇ રહી છે. આ મામલે એકની અટકાયત પણ કરવામાં આવી છે. નોંધનીય છે કેરથયાત્રાના બંદોબસ્તને મુવિંગ અને સ્ટેટીક એમ બે ભાગમાં વહેચી છે.
(અનુસંધાન પાના નં.10)
12 સેકટર, 26 રેન્જ ,54 એરિયા ,136 સબએરિયા,પોલીસ કમિશનર 1 ,સ્પેસ્યલ પોલીસ કમિશનર 3, આઇજી-ડીઆઇજી 5, એસપી 31,એસીપી 88, પી.આઇ 253, પીએસઆઇ 819, પોલીસકર્મીઓ 14270 ,એશઆરપીની 22 કંપની,પેરામિલેટ્રી ફોર્સ 25 ,ચેતક કમાન્ડો 1 ટીમ, હોમગાર્ડ 5400, બીડીએસ 10, ડોગસ્કોવોર્ડની ટીમો તેમજ એટીએસ,ક્રાઇમબ્રાચ સહિત 20225 પોલીસ હાજર રહશે. આ ઉપરાંત 14 હજાર જેટલા હિસ્ટ્રીશીટરો વિરુધ્ધ અટકાયતી પગલા લેવામા આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ આ હથિયારોનું શું થવાનું હતું તેની કોઈ માહિતી નથી. પરંતુ ગોમતીપુર પોલીસે હથિયાર સાથે એક આરોપીની ધરપકડ પણ કરી છે. આ ઘટના બનતા જ શહેરની ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સતર્ક થયા છે. સમગ્ર પોલીસ બેડામાં આ ઘટનાની જાણ થતા જ ચકચાર મચી છે. ઘટનાના પગલે પોલીસ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.  4 સુતળી બોમ્બ, 10 પાઇપ બોમ્બ, 1 પિસ્તોલ અને કેરોસીનની બોટલો મળી: 1 શખ્સ ઝડપાયો