મોરબીમાં બીલ વગર મોબાઈલ વેચવા આવેલો શખ્સ ઝડપાયો

મોરબી તા.12
મોરબી એ ડિવિઝન પોલીસે આજે બાતમીના આધારે ગાંધીચોકમાં બિલ વગરના મોબાઈલ વેચવાની કોશિશ કરી રહેલા શખ્સને રૂપિયા 10 હજારની કિંમતના બે મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવીઝન સર્વેલન્સ ટીમ ના પીએસઆઇ એમ મ વી પટેલ ની ટીમે મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા ના પાલન માટે અષાઢીબીજ રથયાત્રા અનુસંધાને પેટ્રોલીગ મા હતા તે દરમ્યાન પીએસઆઇ એમ.વી.5ટેલને ચોક્કસ બાતમી હકિકત મળેલ કે ગાંધી ચોકમા લીલા કલરનુ ટી શર્ટ પહેરેલ ઇસમ બિલ વગર ના મોબાઇલ વેચી રહ્યો છે ચોક્કસ બાતમીને પગલે સર્વેલન્સ ટીમે હકિકત વાળી જગ્યા એ ગાંધી ચોકમાથી વર્ણનવાળો ઇસમ મળી આવતા તેનુ નામ સરનામુ પુછતા પોતાનુ નામ કિશનભાઇ બાબુભાઇ સીંધવ, ઉ.20 રહે.મોરબી કંડલા બાયપાસ દુર્લભ પાર્ટી પ્લોટ સામે ઝૂપડા વાળો હોવાનુ જણાવ્યુ હતું તેને ચેક કરતા તેના હાથમા બે એન્ડ્રોઇડ મોબાઇલ હતા જેમાં એક મોબાઇલ ઓપો કંપની તેમજ બીજો મોબાઇલ એમ.આઇ.કંપનીનો હતો. આ ઇસમ મોબાઇલ ના બિલ કે આધાર પુરાવા હોય તો રજુ કરવાનુ કહેતા નહી હોવાનુ જણાવેલ અને આ બાબતે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી ઉપરાંત શંકાસ્પદ ઇસમ ફર્યું ફર્યુ બોલતો હોય પોલીસે મોબાઇલ નંગ-ર કોઇ છળ કે ચોરી થી મેળવેલનુ જણાતુ હોય મોબાઇલ નંગ-ર ની કિ. રૂ.10000 ને શક પડતી મિલકત ગણી સી.આર.પી.સી. કલમ 102 મુજબ પંચનામા ની વિગતે કબ્જે કરી આરોપીને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ હતી.