આધ્યાત્મિક ગુરુ દાદા વાસવાણીનું નિધન

  • આધ્યાત્મિક ગુરુ દાદા વાસવાણીનું નિધન

પૂના,તા.12
આધ્યાત્મિક ગુરુ દાદા વાસવાણીનું 99 વર્ષની વયે અવસાન થયું છે. 12 જુલાઈ ગુરૂવારના રોજ તેમણે છેલ્લા શ્ર્વાસ લીધા. તેઓ સાધુ વાસવાણી મિશનના પ્રમુખ હતા. શાકાહાર અને પશુ અધિકારોને પ્રોત્સાહન આપનાર તેમજ બિનસાંપ્રદાયિક આધ્યાત્મિક ગુરૂના રૂપમાં દુનિયા તેમને જાણતી હતી. વાસવાણીએ 150થી વધુ પુસ્તકો લખ્યા છે.
દાદા વાસવાણીનું પૂરું નામ જશન પહલરાજ વાસવાણી હતું. તેમનો જન્મ 2 ઓગસ્ટ, 1918ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેઓ જે સંસ્થાના પ્રમુખ હતા, તેની સ્થાપના તેમના ગુરૂ સાધુ ટી.એલ. વાસવાણીએ કરી હતી. મહારાષ્ટ્રના પુણેમાં મિશનના મુખ્યાલય ઉપરાંત દેશભરમાં તેના કેન્દ્રો ફેલાયેલા છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 99મા જન્મદિવસ પર વીડિયો કોન્ફરન્સ કરીને લોકોને સંબોધિત કર્યા હતા.