વાંકાનેરના મિલપ્લોટમાં રસ્તા, સફાઈના પ્રશ્ર્ને પાલીકાનો ઘેરાવ કરતા સ્થાનિકો

  • વાંકાનેરના મિલપ્લોટમાં રસ્તા, સફાઈના પ્રશ્ર્ને પાલીકાનો ઘેરાવ કરતા સ્થાનિકો

વાંકાનેર તા.12
વાંકાનેરના છેવાડાના અમરપરા (મીલપ્લોટ) અને ીવશીપરા વિસ્તારમાં લાઇટ-સફાઇ-રસ્તાના પ્રશ્ર્ને નગરપાલીકાનું તંત્ર ઉદાશીનતા સેવતું હોય તેને ઢંઢોળવા અને પાલીકા દ્રારા આ વિસ્તારની પ્રાથમિક જરૂરીયાત સમા આ પ્રશ્ર્ન બાબતે રાજપાલ અને મુખ્યમંત્રીને સંબોધેલ આવેદન પત્ર આપ્યું.
મીલપ્લોટ વિસતારનાં સામાજીક કાર્યક્રમ અને વિસ્તારના રહિશોએ અમરપરા અને વીશીપરા વિસ્તારમાં પાલીકા દ્રારા રસ્તાઓની બદતર હાલત તથા આ વિસ્તારમાં ગટર અને સફાઇ કરવામાં આવતી જ નથી. જેને લઇને ગટરના ગંદા પાણી ઉભરાવાની-ઠેકઠેકાણે ગંદકીના જામેલા ઘર આ પ્રશ્ર્નોની અનેક વખત પાલીકામાં રજુઆતો કરી છે. પણ નીર્ભર તંત્ર કાઇ સાંભળતું નથી વાંકાનેરના ચીફ ઓફિસરને મોરબીનો ચાર્થ આપેલ હોય મોટા ભાગે તેઓ મોરબી હોય રજુઆત પણ કોને કરવી.
સરકાર દ્રારા સ્વચ્છ ભારત અને પછાત વિસ્તારના વિકાસ માટે લાખોની ગ્રાન્ટ ફાળવેલ છે. પણ અહીંની પંદર હજારની વસ્તી ધરાવતા ઉપરોકત વિસ્તારોમાં કિાસ તો શું પ્રાથમિક સુવિધા લાઇટ-પાણી-રસ્તા અને સફાઇના પ્રશ્ર્નો પણ નગરપાલીકાનું તંત્ર ઓરચાયું વર્તન દાખવતા આ વિસ્તારના નગરજનોની ધિરજ ખુટી હતી.
નગરપાલીકા હાય હાય, પાલીકાના સભ્યો રાજીનામા આપે, મીલપ્લોટ-વીશીપરાને પ્રાથમિક સુવીધા આપે તેવા નાના બેનરો સાથે મહિલાઓ અને પુરૂષો સ્થાનિક ધારાસભ્યો સાથે રાખી મામલતદારના પ્રતિનિધીને આવેદન પત્ર આપ્યું હતું. આ વેળાએ વિશીપરાના અગ્રણી ભુપતભાઇ પઢીયાર, શંકરભાઇ, રાજ પઢીયાર, બોદુભાઇ બ્લોચ, શકિલભાઇ પીરઝાદા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરદેવસિંહ જાડેજા, સહિતના અગ્રણીઓ સાથે રહ્યા હતાં.
આવેદન પત્રમાં 15 દિવસનું અલ્ટીમેટ આપવામાં આવ્યું છે. જો પંદર દિવસમાં અમારા પ્રશ્ર્નનો નિવાળો નહી આવે તો શહેરના માર્કેટ ચોકમાં ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.