ચિંતન

  • ચિંતન


ધર્મના ક્ષેત્રમાં કયારેય પૂછતા નહીં કે ગુરૂદેવ કયારે? આટલી પૂજા કરી પ્રસન્નતા કયારે આવશે? આટલુ દાન કર્યુ મૂર્છા કયારે તુટશે? ધર્મના ક્ષેત્રમાં કયારે ફળ મળશે એ પૂછવાનો કોઇને અધિકાર નથી ધર્મ કરવાની તાકાત છે. પરંતુ રાહ જોવાની તાકાત નથી હવે એક પ્રશ્ર્નનો જવાબ આપો કે તમને વ્યવહારમાં કરન્ટ, સેવિંગ કે એફડી સામાં રસ છે? તમને બધાને એફડીમાં રસ છે બરાબર? તો ત્યાં કેમ ઈન્સ્ટન્ટની વાત કરતા નથી? બિલ્ડીંગ બનાવવામાં પણ મજુરને રોજે રોજના પૈસા મળે છે પરંતુ બિલ્ડરને કયારે મળે? બિલ્ડીંગ પુરુ થાય, વેંચાય ત્યારે મળે તો? તો હવે તમે કહો કે તમે મજુર બનવા માંગો છો કે બિલ્ડર? નક્કી કરી લો? આજે પૂજા કરી આજે ફળ મળવું જોઇએ, આજે તપ કર્યુ આજે જ ફળ મળવું જોઇએ, વિચારો છો તે? ધર્મમાં જે કરો છો તે જીવનમાં અપનાવો અથવા જીવનમાં જે કરો છો તે ધર્મમાં અપનાવો વિરોધાભાસ ન કરો.
- પ.પૂ.આભ.વિજયરત્ન સુંદરસુરીશ્ર્વરજી મ.સા.