સત્યનો વિજય / પ્રેરક કથા

  • સત્યનો વિજય / પ્રેરક કથા

એક વખત રાત્રીના સમયે ઓરંગઝેબ સુવાની તૈયારી માટે તેના શયન કક્ષમાં જઈ રહ્યા હતા કે તેને શાહી ઘંટ વાગવાનો અવાજ સંભળાયો. જેવા તે તેના રૂમની બહાર આવ્યા, તેને એક દાસી સામેથી આવતી દેખાઈ. તેણી એ કહ્યું, હજૂરે આલમ ! આદાબ અર્જ ! (નમસ્તે સલામ !) કાજી સાહેબ મહારાજ આપને મળવા માટે દીવાનખંડ માટે હાજર છે અને તમારી રાહમાં ( રાહ જોઈ રહ્યા) છે.
ઓરંગઝેબ તરત જ દીવાનખંડ માં આવ્યા. કાજી એ તેમને કહ્યું કે ગુજરાત જીલ્લા નાં અમદાવાદ શહેર નાં મુહમ્મદ મોહસીન એ તમારી ઉપર પાંચ લાખ રૂપિયા નો દાવો (ફરિયાદ) કરેલ છે. આ કારણ સર તમારે કાલે દરબારમાં હાજર રહેવું પડશે. તેના ચાલ્યા ગયા બાદ ઓરંગઝેબ વિચાર કરવા લાગ્યો તેણે કોઈ પાસેથી પાંચ લાખ રૂપિયા ઉધાર તો લીધા નથી ને, પરંતુ તેને કશું યાદ આવતું નોહ્તું. એટલું જ નહિ, મોહમ્મદ મોહસીન નામની વ્યક્તિ ને પણ તે ઓળખતા નોહતા.
બીજે દિવસે દરબાર ભરાયો અને ગુનેહગાર નાં રૂપમાં ઓરંગઝેબ હાજર થયા. દરબાર ખીચોખીચ પ્રજાથી ભરાયેલો હતો. ઓરંગઝેબ જેબની સમક્ષ તેના ગૂન્હા ની ફરિયાદ ની રજૂઆત વાંચી સંભળાવી.
હકીકત એ હતી કે ઓરંગઝેબનાં ભાઈ મુરાદને ગુજરાતનો જીલ્લો સોંપવામાં આવેલ હતો. તેને પોતાના નામના સિક્કા ચલણ બહાર પાડવા પૈસાની જરૂર પડી અને તેણે મુહમ્મદ મોહસીન પાસેથી પાંચ લાખ રૂપિયા ઉધાર લીધા હતા. તે દરમ્યાન ઓરંગઝેબ એ કાવાદાવા કરીને શાહજહાઁ ને કેદ કરી લીધા હતા અને પોતાના ત્રણેય ભાઈને મુરાદ, દારા તથા સુજા મારી નાખી (કતલ કરી) અને તે ત્રણેયની સમ્પત્તિ પોતાના ખજાનામાં જમા કરી લીધી. આ રીતે મોહસીન પાસેથી ઉધાર લીધેલા રૂપિયા પણ તેના ખજાનામાં જમા થઇ ગયા હતા.
એ પોતાના આ અપરાધ સામે પોતાની અજ્ઞાનતા જાહેર કરી. તેને મોહસીન ની પાસે રહેલ દસ્તાવેજ દેખાડવામાં આવ્યો અને ત્યારે ઓરંગઝેબ એ પોતાનો ગૂન્હો કબૂલ કર્યો. ન્યાયાધીશ એ ઓરંગઝેબને રૂપિયા પરત કરવાની આજ્ઞા (હૂકમ કર્યો) કરી. ઓરંગઝેબ એ પાંચ લાખ રૂપિયા શાહી ખજાનામાંથી મંગાવ્યા અને તે રૂપિયા ભરેલ થેલીઓ મોહસીન ને આપવા માટે હાજર કરી.
આ જોઈ અને મોહસીનની આંખમાં અશ્રુ આંસુ ભરી આવ્યા. તેણે નમીને અભિવાદન કરતાં કહ્યું, મહારાજ જહાંપનાહ, આ રૂપિઆ પુન: ફરી શાહી ખજાનામાં જમા કરી આપવામાં આવે. આ તેની રસીદ છે. બાદશાહનો ન્યાયને જોઈ અને હું ખૂબજ શરમ અનુભવું છું.
-: બોધ :-
હંમેશા કોઈ પણ સત્ય વાત સામેની વ્યક્તિને સ્પર્શી જાય છે. સત્યનો હંમેશા વિજય થાય છે. સત્યની જીત થાય છે.